† વિશ્વનું સૌથી નાનું વૃક્ષ ગ્રીનલેન્ડનું ડ્વાર્ફ વિલો માત્ર બે ઇંચ ઊંચાઈનું હોય છે. તેને થડ, ડાળી, પાંદડાં અને ફળ-ફૂલ પણ હોય છે.
† આફ્રિકામાં થતા 'લેડી ઇન ધ વેઇલ' નામના મશરૂમ ૧૦ મિનિટમાં ૨૦ સેન્ટિમીટર વધે છે. મોટા થઈને તે ફાટે ત્યારે મોટા વિસ્ફોટ જેવો અવાજ કરે છે.
† પાઇનના વૃક્ષનાં મૂળ જમીનમાં ૪૮ કિલોમીટર જેટલા ફેલાયેલા હોય છે.
† એમેઝોનમાં થતું વોકિંગ પામ નામનું વૃક્ષ પોતાની જગ્યા બદલી શકે છે તે ખૂબ ઊંચુ થઈને વળીને જમીનમાં બીજી જગ્યાએ પોતાની ટોચ ખોસીને ત્યાં મૂળ નાખે છે પછી તે પોતાની મૂળ જગ્યા છોડી દે છે.
† આફ્રિકાના જંગલમાં થતું એલિફન્ટ ગ્રાસ નામનું ઘાસ ૫ મીટર ઉંચુ હોય છે. આ ઘાસમાં આખો હાથી છૂપાઈ શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.