→ આ છે ભારતની 10,000ની નોટ, 1938માં પહેલીવાર છાપવામાં આવી હતી
→ છાપકામમાં ઉપયોગમાં લેવાતો કાગળ અને શાહી સ્વદેશી હોવાની PMની ઈચ્છા
★ ભારતીય ચલણી નોટનો ઈતિહાસ જાણો ★
નવી દિલ્હી. તા. 10 એપ્રિલ 2015
→ રિઝર્વ બેંકે પોતાના 80 વર્ષ પુરા કરી લીધા આ 80મી વર્ષગાંઠ દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા કાગળ અને શાહી સ્વદેશી હોવી જોઈએ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેનાથી ભારતમાં છપાતી નોટોનો ખર્ચ ઘણો ઓછો આવશે. જલ્દી જ દેશમાં તૈયાર કાગળ પર નોટો છપાશે. પરંતુ શું તમને ખબર છે કે પહેલા પણ ભારતમાં બનેલા કાગળ પર નોટો છપાતી હતી, એટલુ જ નહી ભારતમાં 10,000 રૂપિયાની નોટ પણ છપાઈ ચુકી છે. જો ન જાણતા હોય તો જાણો કોણે અને ક્યારે છાપી હતી 10,000 ની નોટ. આરબીઆઈ હજુ પણ આ નોટ છાપી શકે છે.
→ પ્રથમવાર 1938 માં ભારતમાં રિઝર્વ બેંક દ્વારા 10,000 રૂપિયાની નોટ છાપવામાં આવી હતી. રિઝર્વ બેંકે જાન્યુઆરી 1938માં પહેલી વખત પેપર કરન્સીમાં 5ની નોટ (કાગળનું ચલણ) છાપી હતી. એજ વર્ષે 10,100,1,000 અને 10,000 ની નોટ પણ છાપી હતી. પરંતુ 1946 માં 1,000 અને 10 હજારની નોટો બંધ કરી દીધી.
→ 1954 માં ફરીથી 1,000 અને 10,000 ની સાથે 5,000 રૂપિયાની નોટ પણ છાપી. પણ 1978 માં તેને સાવ બંધ કરી દીધી.
→ સૌથી પહેલા બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસે ચલણ છાપ્યું. પેપર કરંસી એક્ટ 1861 પછી કરંસી છાપવાનો પુરો અધિકાર ભારત સરકારને આપી દીધો.
→ 1935 માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની સ્થાપના સુધી ભારત સરકારે કરંસી છાપી તે પછી તે જવાબદારી રિઝર્વ બેંકે ઉપાડી લીધી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.