આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 14 March 2015

♥ L.C.D. SCREEN ♥


→ ટી.વી., કમ્પ્યૂટર કે લેપટોપમાં હવે ડિસ્પ્લે
માટે એલસીડી સ્ક્રીન વપરાય છે. વજનમાં હળવા અને પાતળા એલસીડી સ્ક્રીનથી સુવિધાની સાથે
અનુકૂળતા પણ વધી છે. હવે ટી.વી. દીવાલ
પર પણ ટાંગી શકાય છે.

→ એલ.સી.ડી. સ્ક્રીનમાં શું હોય છે તે જાણો છો ? એલસીડી એટલે લિકવીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. લિકવીડ ક્રિસ્ટલ એટલે પ્રવાહી સ્ફટિક, સ્ફટિક પ્રવાહી કેવી રીતે હોઈ શકે ? ઘન પદાર્થને ગરમ કરવાથી પીગળીને પ્રવાહી બને. લિકવીડ ક્રિસ્ટલમાં આ જ
સિદ્ધાંતનો જરા જુદી રીતે ઉપયોગ થયો છે. તેમાં ક્રિસ્ટલને એટલાં ગરમ રાખવામાં આવે છે કે સહેજ પણ ગરમી વધુ મળે તો પ્રવાહી બનવા તૈયાર રહે.
ઠંડી અને ગરમીના દિવસોમાં એલસીડીમાં તકલીફ
પણ ઊભી થાય છે.

→ એલસીડી બે કાચની પ્લેટ વચ્ચે ભરેલા લિકવીડ ક્રિસ્ટલનો બને છે. તેની રચના અટપટી છે. આ પ્લેટ વીજપ્રવાહ અને ગરમી પ્રત્યે સંવેદન શીલ હોય છે. વીજ પ્રવાહના ખૂબ જ હળવા ફેરફારથી તે રૂપરંગ બદલે છે. આ બધી ક્રિયા અણુકક્ષાએ સૂક્ષ્મ રીતે થાય છે. તેના પરિણામ આપણને સુંદર દ્રશ્યો રૂપે જોવા મળે છે. જો કે લિકવીડ ક્રિસ્ટલ ક્ષેત્રે પણ ઘણી નવી શોધો થઈ છે અને અદભુત ડિસ્પ્લે દર્શાવવા સક્ષમ બને છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.