♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com
→ મકર સંક્રાત કે ઉત્તરાયણ એટલે આપણું પતંગનું પર્વ. પતંગ ચગાવવાની શોધ ચીનમાં થઈ હતી ત્યાર બાદ દરેક દેશોમાં તે શોખ પરંપરા તરીકે વિકસ્યો.
→ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પતંગને ''ગુડીબાઝી'' કહે છે. ઉત્તરાયણની જેમ ત્યાં 'જશ્ને બહરાન' પતંગનો તહેવાર છે. ત્યાં કપાયેલા પતંગ લૂંટવા તે અપશુકન ગણાય છે.
ચીનમાં પ્રાચીન કાળથી પતંગ ચગાવાય છે. ચીનના શાનડોગ પ્રાંતનું વેઇફાંગ શહેર પતંગનું પાટનગર છે. વિશ્વનું સૌથી મોટું પતંગ મ્યુઝિયમ આ શહેરમાં છે. ચીનમાં ૬ જુદા જુદા પ્રાંતમાં ૬ જાતના પતંગની પરંપરા છે.
GK BLOG
www.aashishbaleja.blogspot.com
→ દક્ષિણ અમેરિકામાં ઇશુના પૃથ્વી પર પુનરાગમનની ખુશીમાં ઇસ્ટર તહેવારમાં પતંગ ચગાવાય છે.
→ યુરોપના દેશોમાં ઇસ્ટર ઉપર ત્રણ દિવસ પતંગ ચગાવાય છે. ત્યાંના 'બર્મૂડા કાઈટ,'' જાણીતા છે.
→ જાપાનમાં પતંગની સૌથી વધુ જાત જોવા મળે છે. ત્યાં ભૂતપ્રેતને ભગાડવા માટે પતંગ ચગાવવાની પ્રથા છે. બાળકના જન્મની ખુશીમાં પણ લોકો પતંગ ચગાવે છે.
→ વિએટનામમાં પૂંછડી વિનાના પતંગ ચગાવવાની પ્રથા છે. ત્યાં પતંગ સાથે વાંસળી બાંધવાનો રિવાજ છે. તેમાં હવા ભરાય તો સંગીત રેલાય છે.
→ ઇન્ડોનેશિયામાં વૃક્ષોના મોટા પાનના પતંગ પણ બને છે.
♥ GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.