→ ફ્રાન્સના સંશોધક ફેલિક્સ ડુ ટેમ્પલે વરાળ-ચાલિત એકતલ વિમાન (ર્સ્ર્હૅઙ્મટ્વહી)ની ડિઝાઇન બનાવી હતી કે જે યાન ઈ.સ. ૧૮૭૪માં એક અથવા તો બે સેકન્ડ ઊડી શકતું હતું.
→ એ પછી રશિયામાં એલેક્ઝાંડર મોઝહાઇસ્કીએ બ્રિટિશ બનાવટના વરાળયંત્ર પર પોતાનું યંત્ર
ગોઠવ્યું હતું અને આ ઘટના ૧૮૮૪માં બની હતી.
→ ત્યાર પછી ૧૮૯૦માં ફ્રાન્સનો કિલમેન્ટ એડલર ૫૦ મીટર ઊડી શક્યો હતો. પ્રથમ શક્તિશાળી એરક્રાફટે હવામાં ગર્જવાની શરૂઆત કરી ન હતી.
→ ઈ.સ. ૧૮૯૪માં સર હિરામ મેક્સિમે વિશાળ,દીર્ઘાકાર દ્વિયાન (આ દ્વિયાન વરાળ ચાલિત હતું) ભૂમિ પરથી ઉડાડયું હતું. આમાંનું એક પણ વિમાન એવું ન હતું કે જે યોગ્ય રીતે અંકુશિત રહે. વળી,
આવાં વિમાન દૂરના અંતર સુધી ઊડી શકવા અસમર્થ હતાં. એ પછી રાઇટ બંધુઓએ સર્વપ્રથમ
સાચા વિમાનનો આવિષ્કાર કર્યો હતો કે જે વિમાન સાથે આંતરિક (ભીતરી) દહનયંત્ર રાખવામાં આવ્યું હતું, જે દ્વારા વાયુયાનને નિયંત્રિત કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું હતું અને દીર્ઘકાલીન, સતત ઉડ્ડયન શક્ય બન્યું હતું. આ ફતેહમંદ ઉડ્ડયનને પ્રેસ (છાપાંઓ) દ્વારા વિશાળ મજાકનું નામ પ્રાપ્ત થયું.
→ ઈ.સ. ૧૯૦૩, ડિસેમ્બરની સત્તરમી તારીખની પ્રભાતે યુ.એસ.એ. કોરોલિનાના કિડ્ડીહોક સ્થળે એક વિમાનની ડિઝાઇન અને સંરચના ઓરવિલે અને વિલ્બર રાઇટ દ્વાર પરિપૂર્ણ થઈ હતી. ઓરવિલે
વિમાનનો ચાલક હતો અને એકમાત્ર અધિભોક્તા પણ હતો. એ વિમાન આઠ અને તેર ફીટ ઊંચે કેવળ ૧૨ સેકન્ડ ઊડયું. એ પછી ત્રણ વધારે ઉડ્ડયન કરવામાં આવ્યાં. આ જ દિવસે! જેમાં સૌથી લાંબુ ઉડ્ડયન અડધા માઇલનું રહ્યું હતું. પાંચ વર્ષના ગાળામાં સુધારેલી ડિઝાઇન તૈયાર થઈ ગઈ અને ૧૯૦૮, ઓક્ટોબરમાં ફ્રાન્સમાં ઓરવિલે રાઇટ ૫૦
માઇલ ઊડી શક્યો હતો.
→ આધુનિક વિમાન ઉદ્યોગ ત્યાર પછી તરત શરૂ થયો. આ વિમાન કંપની 'વોઇસીન ક્રેરિસ-બીલાન્કોર્ટ ફ્રાન્સ'ના નામે વિખ્યાત બની અને આ કંપનીએ ૧૯૦૬માં સામાન્ય જનતાના ઉપયોગ
માટે વિમાનોનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું. સૌથી પ્રથમ મશીન ૩૦મી માર્ચ, ૧૯૦૭ના દિવસે વેચાયું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.