આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 30 December 2014

♥ બેરોમીટર ♥

બેરોમીટર (Barometer) હવાના દબાણને માપે છે.

ઈ.સ. ૧૬૪૩ની સાલમાં એક ઇટાલિયન કે જે ગણિતશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી હતો અને જેનું નામ ઇવાન્ગેલિસ્ટા ટોરિસેલી હતું, એ પોતાની પ્રયોગશાળામાં પારાની ટેસ્ટ નળી સાથે પ્રયોગ કરી રહ્યો હતો.

એણે ટયૂબને ભરી અને ટયૂબના ખુલ્લા છેડા પર પોતાનો અંગૂઠો મૂક્યો. પછી ટયૂબને ઉપર તરફ ઉઠાવી અને આ up side- ઉપલી બાજુને પારા વાસણમાં નીચે કરી, પછી જ્યારે એણે પોતાનો અંગૂઠો હટાવી લીધો ત્યારે પારાની સપાટી, ટયૂબમાં ૧૫૨ મિલિમીટર નીચી રહી, અર્થાત્ ૧૫૨ મિલિમીટર અવકાશ ટયૂબના ઉપરના ભાગે રહ્યો.

ટોરિસેલી સંદિગ્ધતા અનુભવી રહ્યો કે, પારો કે જે ટયૂબમાં હતો એ ત્યાં રહ્યો હતો, કારણ કે વાસણમાં રહેલ પારા પર હવાનું દબાણ થયું હતું!

જો તે આમ જ હોય તો એ શોધી કાઢવા માટે બ્લેઇઝ પાસ્કલે સમાંતર પ્રયુક્તિ અજમાવી અને પર્વતના શિખર પર જઈને પ્રયોગ કર્યો. એણે શોધી કાઢયું કે પોતે જેમ જેમ પર્વત પર આરોહણ કરતો ગયો તેમ તેમ પારાનું લેવલ નીચે ઊતરતું રહ્યું. સ્પષ્ટ કારણ એ હતું કે, સમુદ્રની સપાટીથી જેમ જેમ ભૂતળની ઊંચાઈએ જવાય ત્યારે હવાનું દબાણ ઘટે છે.

અને એ પછી હવાના દબાણનું માપાંકન જાણવા માટે એક આવિષ્કારનો જન્મ થયો હતો, પરંતુ ઓટ્ટો વોન ગ્યુરિકે ૧૬૭૨માં જાણી લીધું કે ઊંચું હવાનું દબાણ એટલે સામાન્ય રીતે સારી આબોહવા અથવા સારું હવામાન.

આ પ્રયોગનું પ્રદર્શન કરવા માટે વોને ૩૪ ફીટની એક નળી બનાવી. આવી લાંબી ટયૂબ પિત્તળમાંથી બનાવવામાં આવી હતી અને એનો ઉપરનો ભાગ કાચથી બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ટયૂબમાં વોને પાણી ભર્યું હતું. જોકે, ટોરિસેલીએ પારાથી એક ઘણી નાની ટેસ્ટ ટયૂબ જ ભરી હતી. વોને પોતાની ટયૂબને તળીયે રાખી હતી અને સાઇડ પર કસીને બાંધી લીધી હતી. પોતાના ઘરની એક બાજુની સાથે કે જેથી બધાં લોકો જોઈ શકે. એ પોતે જ્યાં સારું હવામાન હતું એવા સ્થળે ઊંચે, ઉપર ગયો અને લઈ ગયો, પછી ખરાબ હવામાન હતું એવા સ્થળે નીચે આવ્યો અને લાવ્યો. એના તમામ પડોશીઓએ આ જોયું, પણ તેઓ ટોરિસેલીના વિચારને જાણી શક્યા નહીં. એમણે વિચાર્યું કે તે કંઈક જાદુમંતર કરી રહ્યો છે!

The Aneroid Garometer અર્થાત્ (પ્રવાહી વગરનું) બેરોમીટર સમાંતર, એવો જ સિદ્ધાંત પ્રતિપાદિત કરતું હતું. અલબત્ત, આ બેરોમીટર શૂન્યાવકાશ બોક્સ ધરાવતું હતું, જેનો ઉપલો ભાગ એક સ્પ્રિંગ દ્વારા ઊર્ધ્વ રખાયો હતો. હવાના દબાણમાં ફેરફારો અથવા તો હવાના દબાણનાં પરિવર્તનો બોક્સને ભીંસતાં હતાં. આથી સ્પ્રિંગ હલતી હતી. આ સ્પ્રિંગ એક કાંટા સાથે જોડાયેલી હતી જે ડાયલ પર વર્તુળાકાર ફરતી રહેતી હતી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.