~ ♦ 'વી' ફોર વિકટરીની સંજ્ઞાા કઇ રીતે શરૂ થઇ? ♦ ~
બે આંગળાને પહોળા કરીને વિજય તરીકેની સંજ્ઞાા બતાવવાનું કયારે શરૂ થયું? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના પ્રમુખ વિન્સ્ટન ચર્ચિલે પ્રથમ
બે આંગળાને પહોળા કરીને બીજા વિશ્વયુદ્ધની વિજય ઘોષણા માત્ર સંકેત દ્વારા કરી હતી તે પછી ઘણી વખત શાંતિના ચિહ્ન તરીકે પણ 'વી'ની નિશાની કરાય છે. હવે તો વિદ્યાર્થીઓ, ખેલાડીઓ,
બળવાખોરો, દાણચોરો વગેરે તમામ જીતની નિશાની આ પ્રકારે બતાવે છે. રમૂજની વાત એ છે કે અસલમાં ઇંગ્લેન્ડમાં બે આંગળા પહોળા કરીને બતાવવા તે અશ્લિલ ચેષ્ટા ગણાય છે. ચર્ચિલે
'વી'ની નિશાનીને સામે હથેલી બતાવીને વિજય તરીકે ઘોષિત કરી તે સારું થયું. કારણ કે ઇંગ્લેન્ડમાં કોઇ માણસ તમારી સામે બે આંગળા પહોળા કરીને
હથેળી પોતાની તરફ રાખે તો તે ગાળ
ગણાય છે!
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.