આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 8 November 2014

♥ એમેદેઓ એવોગેડ્રો ♥


~ ♦ પાણીની ઓળખનો શોધક - એમેદેઓ એવોગેડ્રો ♦ ~

પાણી પૃથ્વી પરના સજીવોના જીવનનો આધાર
છે. ૧૬મી સદી સુધી લોકો અગ્નિ, પાણી અને વાયુને દેવ સમજતાં. વિજ્ઞાનના વિકાસની સાથે સાથે આ કુદરતી તત્ત્વોની ઓળખ પણ થવા લાગી આજે આપણે પાણીને તરીકે ઓળખીએ છીએ, પાણી ઓક્સિજનનો એક અને હાઇડ્રોજનના બે અણુઓનું સંયોજન છે તે વાત જાણીતી છે. આ શોધ એમેદેઓ એવોગેડ્રો નામના વિજ્ઞાાનીએ
કરી હતી.

→ એવોગેડ્રોની જન્મ ઇ.સ.૧૭૭૬ના જૂનની નવ તારીખે ઇટાલીમાં થયો હતો. બાળપણથી ભણવામાં હોશિયાર એવોગેડ્રોએ ૨૦ વર્ષની ઉંમરે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી વિજ્ઞાાન ક્ષેત્રે સંશોધનો શરૂ કર્યા હતાં અને ઇટાલીની રોયલ કોલેજમાં ફિઝિક્સના પ્રોફેસર તરીકે કારકિર્દી શરૃ કરી હતી. એવોગેડ્રોએ જીવનભર અનેક સંશોધનો કર્યા પરંતુ તે બહુ જાણીતા થયા નહોતા. ઇ.સ.૧૮૫૬માં ૮૦
વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી કોઇ તેને ઓળખતું પણ નહોતું.

→ એવોગેડ્રોએ ૧૮૧૧માં ફ્રેંચ ભાષામાં લખેલા સંશોધનપત્રોમાં પાણીના સંયોજન વિશે લખેલું. આ સંશોધનપત્ર કોઇએ વાંચ્યું નહોતું. એવોગેડ્રોના મૃત્યુ બાદ ઇ.સ.૧૮૬૦માં જર્મનીમાં મળેલી વિજ્ઞાન પરિષદમાં એવાગેડ્રોએ લખેલાં સંશોધનપત્રો રજૂ થયા ત્યારે વિશ્વના વિજ્ઞાનીઓએ પાણીની સાચી ઓળખ મેળવી તેને એવોગેડ્રોના સિધ્ધાંત તરીકે સ્વીકાર્યો અને એવોગેડ્રો સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયો.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.