લંડન
દુનિયાનો પહેલો સ્માર્ટફોન ગણાતો ‘આઈબીએમ સિમોન’ આજરોજ 20 વર્ષનો થઈ ગયો હતો.
આ ફોનની કિંમત 900 ડોલર રાખવામાં આવી હતી.ફોનનું નિર્માણ આઈબીએમ તથા અમેરિકાની ફોન કંપની બેલસેલ્ફે કર્યું હતું. તેની બેટરી ક્ષમતા માત્ર એક કલાક જ હતી અને પહેલીવાર વર્ષ
1994માં વેચવામાં આવ્યો હતો.
આશરે 23 સેન્ટિમીટર લાંબો અને અડધો કિલોગ્રામ વજન ધરાવતાં આ ફોનનો આકાર ઘર બનાવતી વખતે ઉપયોગમાં લેવાતી ઈંટ જેવો હતો.
આયરિશ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, આને સિમોને નામ એટલા માટે આપવામાં આવ્યું હતું કે, તે ખૂબ સાધારણ હતો અને દરેક કામ માટે ઉપયોગી હતો. જેની તુલના સ્માર્ટફોન સાથે કરાતી હતી.
સિમોનની એલસીડી સ્ક્રીન લીલા રંગની હતી અને ટચ સ્ક્રીન ટેકનીકથી ચાલતો હતો. ફોનના સોફ્ટવેર ગ્રાહકોને લખવા, ડ્રોઈંગ બનાવવા,
કેલેન્ડર તથા સંપર્કને અપડેટ કરવા, ફેક્સ
મોકલવા અને મેળવવાની સુવિધા આપતો હતો.
લંડનના વિજ્ઞાન સંગ્રહાલય સાથે સંકળાયેલા ચારલોટ કોનેલીએ કહ્યું હતું કે, ‘આમાં સ્માર્ટફોન માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ હતી. તેમાં નીચે સ્લોટ પણ હતો. જેનાથી ચિત્ર, સ્પ્રેડશીપ તથા ગેમ સુધી જઈ શકાતું હતું. હકીકતમાં તે આઈફોનનું
એડવાન્સ વર્ઝન હતું.’
આ ફોનના આશરે 50,000 સેટ વેચાયા હતા. લંડનના વિજ્ઞાન સંગ્રહાલયમાં ઓકટોબરમાં આ ફોન પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.