આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 7 August 2014

♥ માનવ મગજ ♥

* માણસનું મગજ શરીરના લોહી અને ઓક્સિજનનો ૨૦ ટકા પુરવઠો વાપરે છે.

* જાગૃત માણસના મગજમાં સતત હળવી માત્રાનો વીજકરંટ વહેતો હોય છે જેના દ્વારા જ્ઞાાનકોશો વચ્ચે સંદેશાની આપલે થાય છે. મગજ
દ્વારા ઉત્પન્ન થતા વીજકરંટથી એક નાનકડો બલ્બ ચાલુ કરી શકાય.

* માનવમગજમાં સૌથી વધુ ૬૦ ટકા ભાગ
ચરબીનો બનેલો હોય છે.

* દરેક નવી સ્મૃતિ કે માનસિક પ્રવૃત્તિ વખતે
મગજમાં નવા જ્ઞાાનતંતુઓના જોડાણ થાય છે. જે જીવનભર ચાલુ રહે છે.

* મગજના જ્ઞાાનતંતુઓ વચ્ચે સંદેશાની આપલે એક સેકંડના ૧૨૦ મીટરની ઝડપે થાય છે.

* મગજને ૫થી ૧૦ મિનિટ ઓક્સિજન ન મળે
તો ભારે નુકસાન થાય છે.

* રાત્રીની ઉંઘ દરમિયાન મગજ દિવસભરની સ્મૃતિનું પૃથ્થકરણ કરી સ્મૃતિકેતુમાં ગોઠવે છે.

* જોક સાંભળીને હસતી વખતે મગજમાં પાંચ વિભાગમાં પ્રક્રિયા થાય છે.

* તમને જાણીને નવાઇ લાગે હાર્વર્ડ લેબોરેટરીમાં 'બ્રેઇન બેન્ક' સ્થાપવામાં આવી છે. જેમાં સંશોધન માટે ૭૦૦૦ માનવમગજ રાખવામાં આવ્યા છે.

* મગજમાં વિવિધ સંવેદના માટે વિવિધ
કેન્દ્ર છે તેવી શોધ ઇ.સ. ૧૮૧૧માં સ્કોટલેન્ડના વિજ્ઞાાની ચાર્લ્સ બેલે કરી હતી.

* માણસની કરોડરજ્જુની લંબાઇ સરેરાશ ૪૫ સેન્ટી મીટરની હોય છે. તેમાં એક અબજ કરતાંય વધુ જ્ઞાનતંતુઓ કાર્યરત હોય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.