આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 8 August 2014

♥ અણુબોંબ હુમલાની 69મી વર્ષગાંઠ ♥

♥ પ્રથમ પરમાણું પરીક્ષણ ♥

1945 - USA 
1949 - RUSSIA
1952 - UK 
1960 - FRANCE
1964 - CHINA
1974 - INDIA
1998 - PAK
2006 - NORTH KOREA
.........-ISRAEL
.........- IRAN

♥ નજીકના ભૂતકાળમાં થયેલા પરમાણું પરીક્ષણ ♥

1992 - USA
1990 - RUSSIA
1991 - UK 
1996 - FRANCE  
1996 - CHINA
1998 - IND
1998 -  PAK 
2013 - NORTH KOREA
........ - ISRAEL
........ - IRAN

♥ અંદાજીત પરમાણું હથિયારો ♥

7650 -     USA
8420 -     RUSSIA 
0225 -     UK
0300 -     FRANCE
0240 -     CHINA
80-100  - IND 
90-100  - PAK
110 -        NORTH KOREA
80 -          ISRAEL

જાપાન, 9 ઓગસ્ટ
→ જેના નામથી જ જાપાન આજે પણ ધ્રૂજી ઉઠે છે એવા પરમાણુ હુમલાની 69મી વર્ષગાંઠ છે.
બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોસીમા અને નાગાસાકી પર બે પરમાણુ બોમ્બ ફેક્યા હતા. જેમાં ૬ ઓગસ્ટ
૧૯૪૫ના રોજ સવારે હિરોશિમા પર લિટલ બોય નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો, દોઢ લાખ માનવીઓની ખુવારી થઇ તેમ છતાં જાપાને નમતું ન જોખ્યું. બે દિવસ બાદ એટલે કે ૯મી ઓગસ્ટ ૧૯૪૫માં સવારે ૧૧ કલાકે ફેટમેન નામનો એક પરમાણુ બોમ્બ નાગાસાકી શહેર પર ફેંક્યો,
જેમાં ૮૦,૦૦૦ લોકોનાં મૃત્યુ નિપજ્યાં. નાગાસાકી પર થયેલા હુમલા બાદ તુરત જ જાપાને યુદ્ધવિરામ માટે સરેન્ડર કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસ પહેલા જાપાન પર બોમ્બ ફેકનાર અમેરિકી વિમાનના ક્રૂ મેમ્બરનું નિધન થયું
હતું. જે બિજા વિશ્વયુદ્ધના એક માત્ર જીવંત સાક્ષી હતા. જોકે તે આ દુનિયામાં રહ્યા નથી.
♥ નાગાસાકી પર ફેકાનાર બોમ્બ ‘ફેટમેન’ વિશે ♥
હિરોશિમા પર ‘લિટલ બોય’ જ્યારે નાગાસાકી પર ફેટમેન નામનો બોમ્બ ફેકવામાં આવ્યો હતો, બન્ને
બોમ્બનાં નામ તેના કદના આધારે આપવામાં આવ્યાં હતાં. આ બોમ્બનું વજન ૪,૦૫૦ કિલો હતું. બોમ્બનો ફેલાવો ૧૧ ફૂટનો હતો, તેમાં ૨૨ કિલો ટન
ટીએનટી ભરવામાં આવ્યો હતો, જેના દ્વારા વિસ્ફોટને અંજામ આપવામાં આવ્યો.
♥ વિશ્વમાં પ્રથમ વખત પરમાણું બોમ્બનો ઉપયોગ ♥
હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલાને વિશ્વમાં પ્રથમ વખત પરમાણુ હથિયાર
દ્વારા થયેલ હુમલો માનવામાં આવે છે, કેમ કે આ પહેલાં કોઇ પણ હુમલામાં પરમાણું બોંબનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.
♥ ૫૦૦ મીટર ઊંચાઈ સુધી વિસ્ફોટ થયો ♥
નાગાસાકી પર ફેંકવામાં આવેલા બોમ્બથી જે વિસ્ફોટ થયો હતો તેની જમીનથી ઊંચાઈ ૧,૬૨૫ ફૂટ એટલે કે ૫૦૦ મીટરની હતી. લગભગ પૂરાં શહેરને તબાહ કરી દેવામાં આવ્યું હતું, જે પાઇલટે બોમ્બ ફેંક્યો હતો તેણે જણાવ્યું હતું કે બોમ્બ ફેંક્યા બાદ ૫૦,૦૦૦ ફૂટની ઊંચાઇ સુધી રાખ અને ધુમાડો જ ઊછળ્યો હતો.
♥ સામાન્ય નાગરિકો જ ટાર્ગેટ હતાં ♥
અમેરિકાએ સામાન્ય નાગરિકોને જ ટાર્ગેટ બનાવ્યાં હતાં અમેરિકાએ જે જગ્યાએ હુમલા કર્યા ત્યાં ન તો કોઇ પ્રકારની સૈન્યકાર્યવાહી થઇ રહી હતી કે ન તો કોઇ હુમલાનું પ્લાનિંગ, આ બન્ને શહેરો સંપૂર્ણપણે રહેણાંકી વિસ્તાર હતા. આંકડા મુજબ હિરોશિમા પર
થયેલા હુમલામાં રહેતાં લોકોમાં લગભગ ૬૦ ટકાનાં મૃત્યુ નિપજ્યાં હતાં અને લગભગ ૩૦ ટકા લોકોનાં મૃત્યુ એક મહિના બાદ રિબાઈ રિબાઈને થયાં હતાં. નાગાસાકી પર પરમાણુ બોમ્બ હુમલાની જવાબદારી ગ્રૂપ કેપ્ટન લિયોનાર્ડ કેશાયરને સોંપવામાં આવી હતી, રોયલ એરફોર્સની ૬૧૭ સ્ક્વાડ્રનના આ પાઇલટે જાપાન પર બીજો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો.
♥ જાપાને રેડિયો દ્વારા જારી કરેલ યુદ્ધવિરામ ♥
જાપાન દ્વારા રેડિયો મારફતે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે  '' દુશ્મન પાસે નવા અને ભયાનક સંહાર કરી શકે તેવા હથિયારો છે,જેનાથી તેઓ નિર્દોષ લોકોનો જીવ લઇ રહ્યા છે,જો આપણે લડત ચાલું રાખીશું તો જાપાનનો નાશ થઇ જશે,જે સાથે માનવીય સભ્યતા પણ ખતમ થઇ જશે''.
♥ બંને શહેરો ટાપુ પણ હતાં ♥
જે બંને શહેરો જાપાનનાં મહત્વના ટાપું હતા,હિરોશિમાં શહેર હોંશું નજીક આવેલ ટાપુ હતો,જે તે સમયે જાપાનનો સૌથી મોટો ટાપુ પણ હતો જ્યારે નાગાસાકી શહેર પણ જાપાનનો ટાપુ હતો જેના દ્વારા શાંઘાઇમાં માલસામાન લાવવા - લઇ જવામાં મદદ મળતી.
♥ પરમાણુ યુગની શરૂઆત આ રીતે થઇ ♥
→ પરમાણુ બોંબનું સૌપ્રથમ પરીક્ષણ 16 જુલાઇ, 1945 ના રોજ થયું હતું.
→ અમેરિકા દ્વારા પરમાણુ બોંબ બનાવવાનું કોડનેમ ''ધી મેનહટ્ટન પ્રોજેક્ટ'' હતું.
→ આ પ્રોજેક્ટ હેઠળ અમેરિકાએ યુરેનિયમ અને પ્લુટોનિયમ એમ બે પરમાણુ બોંબ એકસાથે વિકસિત કર્યાં.
→ પ્લુટોનિયમ પરમાણુ બોંબ અને ફેટમેન પરમાણુ બોંબના ગર્ભનું પરીક્ષણ 'ગેજેટ' નામના એક ખાસ ડિવાઇઝ પર કરવામાં આવ્યું હતું.
♥ લિટલ બોય ♥
એમ કે 1 લિટલ બોય
પહોળાઇ - 0.7 મીટર
લંબાઇ -   3.0  મીટર
ક્ષમતા - 15-16 કિલોટન યુરેનિયમ
♥ ફેટમેન ♥
પહોળાઇ - 1.5 મીટર
લંબાઇ -   3.2 મીટર
ક્ષમતા - 21 કિલોટન  પ્લેટોનિયમ
♠ ન્યુ મેકિસકોના અલામોગોરાડોના રણમાં આવેલું પરમાણું પરીક્ષણનું સ્થળ ♠
→ આ પરમાણુ પરીક્ષણની જ્વાળાઓ 300 કિમી દૂર સુધી દેખાઇ હતી.આ પરીક્ષણનો ધુમાડો 10 કિમી સુધી ઊંચે ઉડ્યો હતો.આ ધડાકાને કારણે 250 મીટર વ્યાસના ખાડાનું સર્જન થયું હતું.



No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.