આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 26 July 2014

♥ રાષ્ટ્રધ્વજ ♥

♦ જાણો આપણા રાષ્ટ્રધ્વજ વિશે કેટલીક અજાણી વાતો ♦

→ ભારતમાં રાષ્ટ્રધ્વજ બનાવવાનો અધિકાર માત્ર કર્ણાટક પાસે જ છે

→ દર વર્ષે ૨૨મી જુલાઈ રાષ્ટ્રિય ઝંડા અંગિકરણ દિવસ તરીકે ઉજવાય છે.

→ ૧૯૪૭ની ૨૨મી જુલાઈએ મળેલી બંધારણ
સભાએ ભારતના રાષ્ટ્રધ્વજે મંજૂરી આપી હતી. એ પહેલા વિવિધ અડધો ડઝન ડિઝાઈનોવાળા રાષ્ટ્રધ્વજ બની ચુક્યા હતાં અને ક્યાંક ક્યાંક
ફરકાવાયા પણ હતાં. પરંતુ સર્વસ્વીકૃતિ પામેલો એકમાત્ર ધ્વજ ત્રિરંગો જ હતો.

→ આંધ્ર પ્રદેશના સ્વાતંત્ર્ય સેનાની પિંગલી વૈંકૈયાએ ડિઝાઈન કરેલા ત્રિરંગા પર ૨૨ મી જુલાઈએ સહમતિ સધાયા પછી જ ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે તેને લાલ કિલ્લા પરથી ફરકાવાયો હતો.

→ દર વર્ષે ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરીએ ફરકાવાતો ભારતનો રાષ્ટ્રધ્વજ આખા ભારતમાં માત્ર એક જ સ્થળે તૈયાર થાય છે. કર્ણાટકના હુબલી શહેરમાં આવેલુ કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગ સંયુક્ત સંઘ (KKGSS)ભારતમાં રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાનો એકધિકાર ભોગવે છે. ત્યાં તૈયાર થતા રાષ્ટ્રધ્વજ આખા દેશમાં અને
પરદેશમાં આવેલી એલચી કચેરીઓ તથા પરદેશી ભારતીયો દ્વારા વપરાય છે.

→ ભારત સરકારના ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશને આખા દેશમાં માત્ર કર્ણાટક ખાદી મંડળને જ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાની સત્તા આપી છે.

→ અહીં રાષ્ટ્રધ્વજ ઉપરાંત ખાદીની અન્ય સામગ્રી પણ તૈયાર થાય છે. પરંતુ મુખ્ય ઉત્પાદન તો રાષ્ટ્રધ્વજનું જ છે. અહીં ૧૦૦ કરતાં વધારે નિષ્ણાંત સુતર કાંતનારાઓ અને એટલા જ વણાટના બાહોશ કારીગરો કામ કરે છે.

→ અહી ત્રિરંગાના સર્જનમાં ૬૦ કરતા વધારે જાપાની બનાવટના સંચાઓ પણ વપરાય છે. જાપાની સંચાઓ વાપરવા એ મજબૂરી હોવાનુ ખાદી મંડળના અધિકારીઓ કહે છે. કેમ કે એ મશીનો વગર ધ્વજની ચોતરફ ટાંકા લેવામાં જોઈએ એવી ચોકસાઈ આવી શકતી નથી.

→ અહીં તૈયાર થતો રાષ્ટ્રધ્વજ બ્યુરો ઓફ
ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત થાય પછી જ તેને વેચાણમાં મુકી શકાય છે.

♥ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાના કેટલાક ધારા-ધોરણો છે, તેનું પાલન થયું છે કે કેમ એ તપાસવામાં આવે છે.

→ રાષ્ટ્રધ્વજની લંબાઈ-પહોળાઈ, કલર, મજબૂતી, ખાદીના તાણાવાણા વગેરે અંગેના ચોક્કસ નિયમો છે અને તેનું પાલન કરવુ અઘરું છે, માટે ગમે તે જગ્યાએ રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન થઈ શકતું નથી. રાષ્ટ્રધ્વજ તૈયાર કરવાના વિવિધ ૧૦૦ જેટલા નિયમો છે, એ બધાનુ પાલન
કરવાનું કામ અત્યંત મુશ્કેલ છે. ભારતે રાષ્ટ્રધ્વજ અંગેના ધારાધોરણો માટે ૧૯૬૮માં 'નેશનલ ફ્લેગ કોડ' નામે કાયદો તૈયાર કર્યો હતો. ૨૦૦૮માં એ
કાયદામાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતાં.

→ કર્ણાટકમાં બનતા ધ્વજ માટેનુ ઘણુખરુ
ખાદી અહીંના ગરગ નામના ગામેથી આવે
છે. ખાદી પણ હાથવણાટનું જ હોવું જોઈએ.
રાષ્ટ્રીય તહેવારો નજીક આવે ત્યારે અહીં રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન વધારવું પડે છે.

→ આ રાષ્ટ્રધ્વજ સરકાર ઉપરાંત, રાજકારણીઓ, લશ્કર, સ્વૈચ્છીક સંસ્થાઓ.. વગેરે ખરીદે છે. ૨૦૦૭માં ખાદી મંડળે ૬૦ લાખ રૂપિયાના રાષ્ટ્રધ્વજ વેચ્યા હતાં.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.