ઇતિહાસકારોના મતે સફેદ કબૂતરને શાંતિનું પ્રતીક માનવાની પ્રથા ઇ. સ. પૂર્વે ૪૦૦ના અરસામાં ગ્રીસમાં પડી કે જ્યારે એ મહારાજ્ય સ્પાર્ટા, એથેન્સ, કોરિન્થ, થેબિસ વગેરે નાનાં રજવાડામાં વહેંચાયેલું હતું. આ રજવાડાં વચ્ચે સતત યુદ્ધો ખેલાયાં કરતાં હતાં. કહેવાય છે કે સેનાપતિઓ તેમજ સમ્રાટો પોતાના લશ્કરી હુકમો સંદેશાવાહક
કબૂતરો મારફત સૈન્યને મોકલતા હતા. જાસૂસી બાતમીના મેસેજ પહોંચાડવાનું કામ પણ કબૂતરોનું હતું. પરિણામે આવાં પારેવડાં આકાશમાં નજરે ચડે કે તરત દુશ્મન સૈનિકો તીર વડે તેમને વીંધી નાખતા હતા. યુદ્ધને બદલે ક્યારેક શાંતિના મેસેજ સાથે દુશ્મનની છાવણી તરફ જતાં કબૂતરનો પણ
એ રીતે ખુરદો ન કાઢી નખાય એટલા માટે
ઓલિવ વૃક્ષની લીલી ડાળખી તેની ચાંચમાં પકડાવવાનો ધારો પડ્યો, જેથી તે કબૂતર હજી બહુ દૂર હોય ત્યારે જ દુશ્મન સૈન્ય તેને સુલહના (યુદ્ધવિરામના) સંદેશાવાહક તરીકે ઓળખી લે.
→ આ પ્રકારનો મેસેજ દુશ્મનને પહોંચાડવાનું કામ પાછું સિલેટિયા રંગના મેસેન્જર પિજિયનને નહિ, પરંતુ સફેદ કબૂતરને સોંપવામાં આવતું હતું. ઇતિહાસના કેટલાક જાણકારો કહે છે કે વખત જતાં પ્રાચીન ગ્રીસમાં ઓલિવની ડાળખીવાળાં સફેદ
કબૂતરો શાંતિનાં પ્રતીક તરીકે ઓળખાવાં લાગ્યાં. સિમ્બોલરૂપી એ પ્રતીકને ત્યારબાદ રોમન અને પર્શિયન લશ્કરે અને છેલ્લે આખા જગતે અપનાવ્યું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.