♠ ૪૦૦ વર્ષથી વરસાદ વિનાનું
સ્થળ - એટાકામા ♠
→ વિશ્વમાં સૌથી વધુ વરસાદ ભારતના ચેરાપુંજીમાં થાય છે અને સૌથી ઓછા વરસાદવાળો દેશ ચીલી છે. આ ચીલીમાં એવું એક રણ છે કે જ્યાં ૪૦૦ વર્ષથી વરસાદ જ નથી થયો. વિશ્વનું આ સૌથી સૂકું રણ છે. ૪૦૦ વર્ષથી વરસાદ ન હોય તેવી જમીનની તમે કલ્પના કરો.
→ સૂર્યના તાપથી સતત ગરમ રહેલી અને કદી ઠંડી નહી પડેલી એવી આ રણની જમીન લાલ ચોળ થઇ ગઇ છે. આ રણનું નામ એટાકામા છે.
→ ખાડા ટેકરા વાળી લાલ ધરતી જાણે મંગળ ગ્રહ ઉપર આવ્યા હોય તેવું લાગે. મંગળની ધરતી અંગેની ઘણી ફિલ્મોનું શૂટિંગ આ રણમાં થાય છે. મંગળ તરફ યાન મોકલતાં પહેલા નાસા પણ આ જમીન પર પ્રયોગ કરવા આવે છે.
→ એટાકામાના રણમાં પથરા અને ખડકો સિવાય કંઇ નથી. વનસ્પતિ તો છે જ નહી. આ રણની જમીનમાં સોડિયમ નાઇટ્રેટ અને તાંબુ ખૂબ મળે એટલે તેની ખાણો આવેલી છે. થોડા ઘણા ખાણ સાથે સંકળાયેલા લોકોની ત્યાં વસતી છે.
→ ઘણી ખાણો બંધ થઇ ગઇ છે અને રણ માણસને રહેવાલાયક નથી. લોકો ચાલ્યા ગયા છે. આજે જ્યાં ખાલી પડેલા ખંડેર મકાનો જોવા મળે છે.
→ એટાકામાના આકાશમાં કદી વાદળ હોતાં નથી એટલે ખગોળશાસ્ત્રીઓ અને અવકાશના અવલોકન કરવા માટે આદર્શ સ્થળ છે. આ વિસ્તારમાં ૬૬ રેડિયો ટેલિસ્કોપવાળું આલ્મા ટેલિસ્કોપ આવેલું છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.