* બિલાડી જુદાં જુદા પ્રકારના ૧૦૦
અવાજ કાઢી શકે છે.
* વિશ્વની સૌથી નાની બિલાડી હિમાલયન
પર્શિપત માત્ર ત્રણ ઇંચ ઊંચી અને ૭ ઇંચ
લાંબી હોય છે.
* બર્મા અને મલેશિયાની બિલાડીઓ
સૌથી વધુ બચ્ચાંને જન્મ આપે છે.
* વિશ્વની સૌથી મોટા કદની બિલાડી હિમી ૩૮
ઇંચ લાંબી હતી. તેનું વજન ૨૫ કિલોગ્રામ હતું.
* ઇજીપ્તમાં બિલાડીની હત્યા ગુનો ગણાય છે.
* લંડનમાં ઇ.સ.૧૮૭૧માં બિલાડીઓનો શો શરૃ
થયેલો આજે પણ ક્રિસ્ટલ પેલેસમાં આ
શો યોજાય છે. જેમાં શોખીન લોકો પાલતુ બિલાડીને ફેશનેબલ પોષાક સાથે રજૂ કરે છે.
* બિલાડી પાળવાના શોખીને માટે
બિલાડીની ખાસ ૧૦૦ પ્રકારની જાત
વિકસાવવામાં આવી છે.
* બિલાડીને રોજ પાંચ ઉંદર જેટલું ભોજન
જોઇએ.
* બિલાડીના કાનમાં હલનચલન માટે ૩૨
સ્નાયુઓ હોય છે.
* બિલાડીની મૂછોમાં બંને તરફ ૧૨-૧૨
વાળ હોય છે. આ વાળ એન્ટેના જેવું કામ કરે
છે અને બિલાડી તેને સ્વતંત્ર રીતે હલાવી શકે છે.
* બિલાડીની પૂંછડીમાં ૨૩ હાડકાં હોય
છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.