આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 18 June 2014

♥ વરસાદના વિવિધ રૂપો ♥

♠ GK BLOG ♠
www.aashishbaleja.blogspot.com

♦ આપણે ભારે વરસાદ વરસતો હોય ત્યારે અવાર-નવાર શબ્દ બોલતા હોઇએ છીએ કે  બારેમેઘ ખાંગા થયા.

♦ બારે મેઘના બાર પ્રકારના વરસાદના નામ છે. આ બારેય વરસાદ એક સાથે વરસી પડે ત્યારે કહેવાય કે બારેમેઘ ખાંગા થયા છે. આ બારેય મેઘના નામ નિચે મુજબ છે.

♥ બાર પ્રકારના મેઘ  ♥

૧. ફરફર :
→ માત્ર રૂવાડાં ભીના થાય એવો વરસાદ.

૨. છાંટા :
→ ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ.

૩. ફોરાં :
→ છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ.

૪. કરાં :
→ ફોરાં કરતા મોટા ટીપાં, જે બરફ રૂપે વરસે.

૫. પછેડી વા :
→ પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ.

૬. નેવાંધાર :
→ ઘરના નળિયા સંતૃપ્ત થઈ જાય પછી ટપકવા માંડે એવો વરસાદ.

૭. મોલ-મે :
→ ખેતરમાં પાકને જીવતદાન મળે એટલો વરસાદ.

 ૮. અનરાધાર :
→ છાંટા કે ફોરા એકબીજાને અડી જાય, જાણે ધાર પડતી હોય એવુમ લાગે એવો વરસાદ.

 ૯. મુશળધાર કે સુપડાધાર
→ બે ચાર ધારા ભેગી થઇને એકધારી વરસતી રહે
તેવો વરસાદ. જાણે સુપડામાંથી પાણી પડતું લાગે.

૧૦. ઢેફા ભાંગ :
→ ખેડેલા ખેતરોની માટીના ઢેફાને ભાંગે એવો વરસાદ આને વાવણી જોગ પણ કહેવાય.

૧૧. પાણ-મે :
→ ખેતરના ક્યારાઓ પાણીથી ભરાઈ જાય. પાણી જમીનમાં ઉતરે, કૂવાની સપાટી ઉંચી આવે.

૧૨. હેલી :
→ આ ૧૧ પ્રકારના વરસાદનું મિશ્રણ વરસ્યા કરે. અઠવાડિયા સુધી કોઈપણ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેને હેલી વરસી એવું કહેવાય છે.

♠ GK BLOG ♠
www.aashishbaleja.blogspot.com

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.