આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 6 April 2014

♥ અજબ ગજબનાં જંતુઓ ♥


÷÷÷ ♥  GK BLOG ♥ ÷÷÷
www.aashishbaleja.blogspot.com

♥ પેરૃમાં એક વિજ્ઞાાનીને એક જ ઝાડ
ઉપરથી લાલ કીડીની ૪૩ જાત
મળી આવી હતી.

♥  લાલ કીડીમાં રાણી કીડી જીવનભરમાં ૧૦
કરોડ ઇંડા મૂકે છે.

♥ માખી તેની આંખો એક સેકંડમાં ૩૦૦ વાર
પટપટાવી શકે છે.

♥ વંદો હાઈડ્રોજનના અણુનું હલનચલન પણ
પારખી શકે છે.

♥ પતંગિયાની પાંખો હવાના દબાણની વધઘટ
પારખી શકે છે.

♥ મધમાખીના શરીરમાં આયર્ન
ઓક્સાઈડની રિંગ હોય છે. તે
પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને ઓળખીને
પોતાનો માર્ગ શોધી શકે છે.
કદી ભૂલી પડતી નથી.

♥ મચ્છર આપણા શરીરની ગંધ,
ઉચ્છવાસનો કાર્બન ડાયોક્સાઈડ અને
ઉષ્ણાતામાન પારખીને આપણને
અંધારામાં પણ શોધી શકે છે.

♥ વિશ્વમાં મચ્છરની ૩૦૦૦ જાત
જોવા મળે છે. મચ્છર લોહી પીતા નથી,
પણ માદા મચ્છરો પોતાના ઈંડાના પોષણ
માટે લોહી ચૂસે છે.

♥ વંદાનું માથું કપાઈ જાય તોય ધડ જીવતું
રહે છે પરંતુ ખોરાક લઈ ન શકવાથી મરી જાય છે.

♥ મધમાખી પગ વડે સ્વાદ પારખી શકે છે.

♥ પાઈરેટ કરોળિયા બીજા કરોળિયાના જાળામાં ઘૂસણખોરી કરીને ખોરાક મેળવે છે.

♥  ઉધઈ અંધ હોવા છતાંય સૌથી શ્રેષ્ઠ દર
બનાવી શકે છે.

÷ ♥ JOIN MY GK GROUP ♥ ÷
•••••• GK જાણો અને માણો ••••••

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.