આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 26 January 2014

♥ દેડકા વિશે અવનવું ♥

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
પાણી અને જમીન- એમ બંને સ્થળેજીવી શકતાં દેડકા...
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
♥ GK BLOG ♥www.aashishbaleja.blogspot.com

* પૃથ્વી પર દેડકા ૨૬ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વ
ધરાવતા હોવાના પુરાવા રૃપે અશ્મિઓ મળી આવ્યા છે.

* વિશ્વભરમાં દેડકાની ૪૮૦૦ નોંધાયેલી જાત જોવા મળે છે.

*દેડકા પૂંછડી વિનાના કરોડરજ્જુવાળા પ્રાણી છે.

* દેડકા પાણીમાં ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી ટેડપોલ તરીકે નીકળી પાણીમાં જીવે છે. ટેડપોલને
પૂંછડી હોય છે.

* ટેડપોલ પુખ્ત થયા પછી તેના ચાર પગનો વિકાસ થાય છે. અને પૂંછડી નાશ પામે છે. ત્યારબાદ તે જમીન પર જીવન શરૂ કરે છે.

* દેડકા ચામડી દ્વારા શ્વાસ લે છે.

* દેડકા ૭.૭ મીમીથી માંડીને ૧૨ ઈંચના કદના જોવા મળે છે.

* દેડકાની આંખ ઉપર પોપચાંને ત્રણ પડ હોય છે. જેમાંનું એક પારદર્શક પડ પાણીમાં ડૂબકી મારતી વખતે બંધ કરે છે.

* સામાન્ય રીતે દેડકાના આગળના પગ ટૂંકા અને પાછળના પગ લાંબા હોય છે. તેથી તે લાંબા કૂદકા મારી શકે છે.

* દેડકા થોડા સપ્તાહના અંતરે શરીરની ચામડી ઉતારે છે અને નવી આવે છે.

* દેડકાનાં ઉપલા જડબામાં જ દાંત હોય છે. તે ખોરાક પકડીને ગળે ઉતારી શકે છે,ચાવી શકતા નથી.

* દેડકાની આંખો પ્રમાણમાં મોટી અને માથાની બંને તરફ ઉપસેલી હોય છે તેથી ચારે દિશામાં એક સાથે જોઈ શકે છે.

* દેડકાને બહાર દેખાય એવા કાન હોતા નથી, પરંતુ આંખ પાછળ છિદ્રો જેવા અવયવથી તે સાંભળી શકે છે.

* દેડકાના ડ્રાંઉ ડ્રાંઉ અવાજ વિશિષ્ટ છે. તેના ગળામાં કે મોંના ખૂણામાં આવેલો પાતળો પડદો તેના અવાજને મોટો કરી આપે છે. કેટલાક દેડકા ગળું ફુલાવીને દૂર સુધી સંભળાય તેવા અવાજ
કાઢી શકે છે.

* દેડકો સુપુપ્તાવસ્થામાં જઈ શકે છે. ખોરાક- પાણીના અભાવમાં તે બેભાન બની જમીનમાં દટાઈ જાય છે અનેપાણી મળતાં જાગૃત બને છે.

♥ GK BLOG ♥www.aashishbaleja.blogspot.com

No comments:

Post a Comment