♠માળાની અંદર 108 મણકા હોય છે.
ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.
♠બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે
તેમનો ગુણાકાર 108 થાય છે.
♠જૈન મતાનુસાર અક્ષ માળામાં 108
મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન
ગુણો પર આધારિત છે.
♠આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને
મહત્વપુર્ણ માનવામાં આવે છે.ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ
હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.
વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.
♠પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-
♠જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ 10
હજાર 800 શ્વસનની કલ્પના કરવામાં આવી છે.
તેથી સમાધિ અને જપ દરમિયાન પણ
આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે.
જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને 108 જપ તો કરવા જ જોઈએ.
♠108ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક
માનવામાં આવે છે. 9 નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે
જેથી કરીને વિષ્ણુ સહિત 12 સૂર્ય કે આદિત્ય
છે. બ્રહ્મના 9 અને આદિત્યના 12 આ રીતે
તેમનો ગુણાકાર 108 થાય છે. એટલા માટે
પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.
♠માનવ જીવનની 12 રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ 108 થાય છે.
♠આકાશમાં 27 નક્ષત્ર છે. આના 4-4 પાદ કે
ચરણ છે. 27 નો 4 સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ 108 મહાદશાઓની ચર્ચા કરાઈ છે.
♠ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા 10 હજાર 800
છે અને બે શુન્યને દૂર કરવા પર 108 થાય છે.
♠શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં 10
હજાર 800 ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ 108 જ બચે છે.
♠જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં 108
મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન
ગુણો પર આધારિત છે. અર્હંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના 27 આ રીતે પંચ પરમિષ્ઠના કુલ 108 ગુણ હોય.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.