👉🏻
🌟 વાંકડિયા છ પગ અને હમેશાં ડંખ મારવા તૈયાર હોય તેવી ઊંચી પૂંછડીવાળા વીંછી નજરે પડતાં જ ગભરાટ થાય તેવા જંતુ છે.
🌟 વિશ્વમાં લગભગ ૧૭૦૦ જાતના વીંછી જોવા મળે છે. તમામ પ્રકારના વીંછી ઝેરી હોય છે.
🌟 વીંછી ઠંડા લોહીવાળં જંતુ છે. તેની ચામડી પર સખત પડ હોય છે. કથ્થાઈથી માંડી કાળા રંગ સુધીનું આ પડ ફલ્યૂરોસેન્ટ એટલે કે ચમકતું હોય છે.
🌟 પૃથ્વી પર લગભગ ૪૩ કરોડ વર્ષ પહેલા વીંછી પેદા થયેલા.
🌟 ધ્રુવપ્રદેશ સિવાય પૃથ્વીપર તમામ સ્થળોમાં વિવિધ પ્રકારના વીંછી જોવા મળે છે.
🌟 તે સામાન્ય રીતે ૩ ઇંચથી માંડીને ૯ ઇંચ સુધી લાંબા હોય છે.
🌟 તમામ પ્રકારના વીંછીના ડંખ ઝેરી હોય છે. પરંતુ આ ઝેર મંદ હોવાથી ઉંદર સસલા જેવા પ્રાણીઓ માટે ઘાતક છે. માણસ માટે ઘાતક થાય તેવા ૨૫ જાતના વીંછી છે.
🌟 વીંછી અનેક દંતકથાઓ સાથે જોડાયેલો જીવ છે. જ્યોતિષ શાસ્ત્રમાં વૃશ્ચિક રાશિ પણ જાણીતી છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.