👉🏻 માણસ અને પ્રાણીઓના શરીરના બંધારણમાં હાડપિંજર મુખ્ય છે. હાડપિંજર શરીરને ટટ્ટાર બનાવી આકાર આપે છે. શરીરને હાલવા ચાલવા, ઉઠવા બેસવા જેવી ક્રિયાઓ કરવા માટે દરેક હાડકાના છેડા મસલ્સથી જોડાયેલા છે.
👉🏻 મસલ્સ લાંબા દોરડા જેવા અને સ્થિતિ સ્થાપક હોય છે. અને મજબૂત પણ હોય છે.
👉🏻 મસલ્સ બે પ્રકારના હોય છે. સ્વૈચ્છિક અને અનૈચ્છિક. આપણી ઇચ્છિત ક્રિયા કરવા માટે ઐચ્છિક સ્નાયુઓ વપરાય છે.
👉🏻 આપણા ચાલવા દોડવાથી માંડીને પેન પકડવા જેવી ક્રિયાઓ પણ સ્નાયુ વડે થાય છે.
👉🏻 હસવું બોલવું પણ સ્નાયુનું જ કામ છે. સ્નાયુઓ હાડકા ઉપર ચોંટેલા હોય છે અને છેડેથી હાડકાના છેડે જોડાયેલા હોય છે.
👉🏻 આપણે હાથ ઊંચો કરવો હોય તો કોણી અને ખભા વચ્ચેનો સ્નાયુ ખેંચાઈ તે હાથ ઊંચો કરે છે.
👉🏻 શરીરમાં ૪૦ ટકા વજન સ્નાયુઓથી ટકે છે. શરીરમાં કુલ ૬૦૦ થી વધુ સ્નાયુઓ હોય છે.
👉🏻 મોટા ભાગના સ્નાયુઓનું આપણે ઇચ્છા મુજબ સંચાલન કરી શકીએ છીએ.
👉🏻 હૃદય ધબકવું, ફેફસા દ્વારા શ્વાસ લેવો વગેરે કામ સ્નાયુઓ જ કરે છે પરંતુ તે આપણી ઇચ્છા મુજબ કામ કરતાં નથી.
👉🏻 સ્નાયુઓ આપણા અંગોને ખેંચવા કે ઢીલા મૂકવાનું કામ કરે છે. બે સ્નાયુઓની જોડી આ કામ કરે છે.
👉🏻 સ્નાયુ લાલ રંગના હોય છે. તે કામ કરે ત્યારે ઓક્સિજન અને શક્તિ વપરાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.