આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 18 March 2018

♥ બાસ્કેટ બોલ ♥


🏀  બાસ્કેટ બોલની રમત પાંચ પાંચ ખેલાડીઓની બે ટીમ દ્વારા લંબચોરસ ગ્રાઉન્ડમાં રમાય છે. 


🏀  આ રમતમાં મેદાનના બંને છેેડે ઊભા કરેલા થાંભલાની ટોચે બાંધેલી રીંગમાંથી બોલને પસાર કરવાનો હોય છે. 


🏀  રીંગ ૧૦ ફૂટ ઊંચાઈએ હોય છે અને ૧૮ ઈંચ વ્યાસની હોય છે. દરેક ટીમના ખેલાડીઓ દડાને લેવા સ્પર્ધામાં ઊતરે છે. દડાને બે હાથ વડે પકડીને ગોલ તરફ દોડીને ઝડપથી રીંગમાં પસાર કરવાનો હોય છે. આ માટે ખેલાડીએ ઊચો કૂદકો મારવો પડે છે. બોલ મેળવવાની ઝપાઝપી એ રમતનો ખરો આનંદ છે.


🏀  બાસ્કેટ બોલની રમત ઈ.સ. ૧૮૯૧માં અમેરિકાના જેમ્સ નાઈસ્મિથે શોધેલી. 


🏀  ૧૯૩૬માં તેેને ઓલેમ્પિકમાં સ્થાન મળ્યું હતું. 


🏀  આંતરરાષ્ટ્રીય બાસ્કેટ બોલનું મેદાન ૯૧.૯ ફૂટ લાંબુ અને ૪૯.૨ ફૂટ પહોળું હોય છે. 


🏀  બાસ્કેટ બોલના ખેલાડીઓ ૬ ફૂટ કરતાં વધુ ઊંચા હોય છે. 


🏀  હાલમાં આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલને ખેલાડી હાશીમ થાબીર ૭ ફૂટ ૩ ઈંચ ઉંચો છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.