આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 17 March 2018

♥ નોર્થ અમેરિકાનું વજનદાર પક્ષી - વાઇલ્ડ ટર્કી ♥


TO SEE OR DWNLD THE VDO CLICK HERE

👉🏻  વાઇલ્ડ ટર્કી નોર્થ અમેરિકાનું સૌથી ભારે પક્ષી છે. વાઇલ્ડ ટર્કીના પગ લાંબા તથા રેડિઝ યલો અને ગ્રેયિસ ગ્રીન કલરનાં હોય છે. 


👉🏻  ટર્કીના શરીરનો રંગ કાળો તથા બ્રાઉન અને ગળાનો રંગ લાલ હોય છે. 


👉🏻  વાઇલ્ડ ટર્કીનું આયુષ્ય ત્રણથી ચાર વર્ષનું જ હોય છે. 


👉🏻  તેની સાઇઝ ૩.૬થી ૩.૮ ફૂટ જેટલી હોય છે તેમજ તેનું વજન ૨.૫ કિલોથી ૧૦.૫ કિલો જેટલું હોય છે. 


👉🏻  વાઇલ્ડ માદા ટર્કી એકસાથે ૪થી ૧૭ ઈંડાં સેવતી હોય છે, પરંતુ થોડા દિવસ સુધી જ તે પોતાનાં બચ્ચાંને તેની સાથે રાખે છે. 


👉🏻  નર વાઇલ્ડ ટર્કી બચ્ચાંના ઉછેરમાં કોઈ ભૂમિકા નથી ભજવતા. થોડા સમયમાં જ વાઇલ્ડ ટર્કીનાં બચ્ચાં પોતાની જાતે ખોરાક લેતાં શીખી જાય છે.


.👉🏻  વાઇલ્ડ ટર્કીની બે પ્રજાતિ આખા વિશ્વમાં જોવા મળે છે, એક નોર્થ અમેરિકન વાઇલ્ડ ટર્કી અને બીજી ઓસિલેટેડ ટર્કી. 


👉🏻  નોર્થ અમેરિકન ટર્કીની પાંચ પ્રજાતિ છે, જેમાં – ઈસ્ટર્ન વાઇલ્ડ ટર્કી, ફ્લોરિડા વાઇલ્ડ ટર્કી, રિયો ગ્રાન્ડ વાઇલ્ડ ટર્કી, મેરિયમ્સ વાઇલ્ડ ટર્કી, ગુડ્સ વાઇલ્ડ ટર્કી. 


👉🏻  વાઇલ્ડ ટર્કીમાં માત્ર નર વાઇલ્ડ ટર્કી જ પોતાની પૂંછ, પાંખ, વાળ વગરનું માથું અને દાઢી દર્શાવતા હોય છે. 


👉🏻  વાઇલ્ડ ટર્કી જાત-જાતના અવાજ કાઢતા હોય છે. જેમ કે, કીં-કીં. જ્યારે તેઓ આકાશમાં ઊડતાં હોય ત્યારે પોતાની પાંખો ફેલાવી બહુ જ સરસ દૃશ્ય ઊભું કરે છે. 


👉🏻  તેમનો ખોરાક બદામ, રસવાળાં ફળો, નાનાં-નાનાં જીવજંતુ અને ગોકળગાય હોય છે

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.