આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 18 March 2018

♥ હિમાલયમાં ૧૯૦૦૦ ફૂટની ઊંચાઈએ રહેતા આર્ગેલી ઘેટાં♥

          
 
FOR VIDEO → CLICK HERE

🔴  ઘેટાં અને બકરાં સમગ્ર વિશ્વમાં જોવા મળતા સામાન્ય પાલતુ પ્રાણી છે. પરંતુ દરેક પ્રદેશમાં તેની વિશેષતા જોવા મળે છે. બકરી દૂધ આપતું ઉપયોગી પ્રાણી છે. જ્યારે ઘેટાં ઉન આપતાં પ્રાણી છે. ઉન સિવાય ઘેટાં તેના લડાયક સ્વભાવ માટે પણ જાણીતા છે.

🔴  તેમાંય  પહાડી પ્રદેશના ઘેટાં તો જબરા લડાયક હોય છે. હિમાલયના પર્વતો પર ૧૯૦૦૦ ફૂટની ઊંચાઈએ જોવા મળતા આર્ગોલી ઘેટાં પરસ્પર લડતા હોય ત્યારે તેના શિંગડા અથડાવાનો અવાજ ૮૦૦ મીટર દૂર સંભળાય.

🔴  ઘેટા મજબૂત બાંધાના અને કદાવર હોય છે.પણ આર્ગેલી ઘેટા વિશ્વભરમાં સૌથી કદાવર હોય છે.

🔴  સાત ફૂટ લાંબા અને ૪ ફૂટ ઊંચા આ ઘેટાના શિંગડા ૨૦ ઇંચ લાબા હોય છે. ૨૦ ઇંચના શિંગડા ગોળાકાર વળેલા હોય છે અને જાડા હોય છે. આ શિંગડા ઢાલ જેવા મજબૂત હોય છે.

🔴  નેપાળ, તિબેટ અને કઝાકિસ્તાનના હિમાલયના પહાડો પર આ ઘેટા જોવા મળે છે.

🔴  તેને માઉન્ટન શીપ કે માર્કોપોલો શીપ પણ કહે છે.

🔴  ચીનમાં આ ઘેટાના શિંગડામાંથી દવાઓ પણ બને છે.

🔴  માદા આર્ગેલી બે કે વધુ બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાં બે કે ત્રણ કિલો વજનનાં હોય છે અને બે વર્ષમાં પુખ્ત થઈ જાય છે

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.