🌹 કેટલાક બર્ફિલા પહાડોમાં ૨૩૦૦૦ ફૂટની ઊંચાઈએ બે પ્રકારના જમ્પિંગ સ્પાઇડર જોવા મળે છે આ કરોળિયા પોતાના શરીરના કદ કરતા ૪૦ ગણો ઊંચો કૂદકો મારી શકે છે. આટલી ઊંચાઈએ વનસ્પતિ થતી નથી પરંતુ ખીણમાંથી ઊડીને આવેલા તણખલા ખાઈને જીવે છે.
🌹 રણપ્રદેશમાં થતા વ્હિલ સ્પાઇડર ભયભીત સ્થિતિમાં પગ સંકોરીને ધૂળમાં આળોટી ધૂળ જેવા થઈ જાય છે એટલે અન્ય પ્રાણીઓની નજરે પડતા નથી.
🌹 કરોળિયા પૃથ્વી પર લાખો વર્ષથી અસ્તિત્વમાં છે આ એક જ સજીવ જાળું ગૂંથી શકે છે.
🌹 કરોળિયાના જાળા ગોળાકાર, નિસરણી આકારના ગુંચવાયેલા વગેરે વિવિધ આકારના હોય છે. પરંતુ આપણે જાળાની કલ્પના માત્ર ષટ્કોણ આકારની જ કરીએ છીએ. ડાર્વિન બાર્ક સ્પાઇડરનું જાળું બુલેટપ્રુફ કેવલર કરતા ય મજબૂત હોય છે. ડાર્વિન બાર્ક વિરાટ કદના જાળા બનાવે છે ક્યાક નદીને સામે કાંઠે પહોંચે તેટલા લાંબા જાળામાં પણ બનાવી શકે છે મોટા ભાગના કરોળિયાને આઠ આંખો હોય અને તેમના પગના છેડે સૂક્ષ્મ વાળ હોય છે.
🌹 માદા કરોળિયા એક સાથે ૩૦૦૦ ઇંડા મૂકે છે.
🌹 કરોળિયાને હાડકા હોતાં નથી પરંતુ તેના શરીર પર મજબૂત કાચલું હતું.
🌹 માદા બ્લેક વિડો સ્પાઇડરનું ઝેર રેટલસ્નેક સાપ કરતાં ૧૫ ગણું તીવ્ર હોય છે. કરોળિયા જંતુ નથી પરંતુ વીંછી, કરચલા અને ઉધઈના વર્ગનું કોચલાવાળું સજીવ છે.
🌹 કરોળિયાને જંતુઓની જેમ એન્ટેનાના વાળ હોતા નથી. આપણા ઘરમાં ખૂણેખાંચરે જોવા મળતા કરોળિયા ઘરમાં જ જીવી શકતા નથી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.