🌺 આપણી આંખ કેમેરાની જેમ બહારના દૃશ્યોનું પ્રતિબિંબ ઝીલીને મગજને સંદેશો આપે છે. આ જાણીતી વાત છે. આંખના ડોળામાં રહેલો કોર્નિયા તેનો મુખ્ય અવયવ છે. આંખની રચના અને તેમાંથી પસાર થતા પ્રકાશના કિરણોની આંતરિક ગતિવિધિની સ્પષ્ટ સમજ અલવર ગુલસ્ટ્રાન્ડ નામના વિજ્ઞાનીએ આપી હતી.
🌺 કોર્નિયા વિશેના સંશોધનો બદલ તેને ૧૯૧૧માં મેડિલિનનું નોબેલ ઇનામ મળેલું, નોબેલ ઇનામ મેળવનાર તે એકમાત્ર આંખના ડોક્ટર છે.
🌺 મોતિયાના ઓપરેશન બાદ પહેરવાના ચશ્માની શોધ પણ તેણે કરી હતી. એક રસપ્રદ વાત એ છે કે આ વિજ્ઞાનીને આલ્બર્ટ આઇન્સ્ટાઇનની રિલેટિવીટી થિયરી પર શંકા હતી. તેણે આઇન્સ્ટાઇનને આ થિયરીને માટે નોબેલ મળવા દીધું નહોતું.
🌺 ગુલસ્ટ્રાન્ડનો જન્મ સ્વીડનના લેન્ડસ્ક્રોના ગામે ઇ.સ. ૧૮૬૨ના જૂનની પાંચ તારીખે થયો હતો.
🌺 તેના પિતા સ્થાનિક મ્યુનિસિપાલિટીના મુખ્ય ડોક્ટર હતા. સ્થાનિક શાળામાં માધ્યમિક અભ્યાસ પૂરો કરીને તે ઉચ્ચ અભ્યાસ માટે ઉપ્સલા યુનિવર્સિટીમાં જોડાયો હતો.
🌺 તેને આંખની રચનામાં ઊંડો રસ હતો તે આંખના સંશોધનો કરવા વિયેના ગયો ત્યારબાદ સ્ટોકહોમની સેરાફિલ હોસ્પિટલમાં આંખના નિષ્ણાત ડોક્ટર તરીકે જોડાયો.
🌺 ઇ.સ. ૧૮૯૦માં એસ્ટીડમેશનની થિયરી લખી પીએચડીની ડિગ્રી મેળવી ઇ.સ. ૧૮૯૧માં કેરોલીન્સકા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો. સાથે સાથે સ્વીડીશ નેશનલ બોર્ડ ઓફ હેલ્થ વિભાગમાં સેવાઓ આપી.
🌺 ઇ.સ. ૧૮૯૪માં ફરીવાર તે ઉપ્સલા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો. ગુલસ્ટ્રાન્ડ માટે આ ગૌરવની વાત હતી. તે અનેક આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાઓનો સભ્ય હતો તે રોયલ સોસાયટી ઉપ્સલાનો સભ્ય બનેલો અને ત્યાર બાદ સ્વીડીશ એકેડમી ઓફ સાયન્સનો સભ્ય બન્યો. તે નોબેલ ફિઝિક્સ કમિટીનો ચેરમેન હતો તેણે જીવનભર માનવ આંખ વિશે સંશોધનો કરી માનવજાતની સેવા કરેલી.
🌺 ઇ.સ. ૧૯૩૦ના જુલાઈની ૨૮ તારીખે તેનું અવસાન થયેલું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.