ભારતની એક બેકિંગ કંપનીએ દુનિયાની સૌથી મોેટી કેક બનાવીને એક નવો રેકોર્ડ કાયમ કર્યો છે. એક જ પ્રયાસમાં સફળતાપૂર્વક આ કેક બનાવીને તેમણે તેમની કુશળતા અને રસોઈ પ્રત્યેના પોતાના પ્રેમને સાબિત કર્યો છે. કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરની એક હોટેલમાં આ ભવ્ય કેકનો કાર્યક્રમ યોજાયો હતો. કેક બન્યા બાદ જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે આ કેકનું વજન ૧,૦૭૮ કિલો જેટલું થયું હતું. બેંગ્લોર બેકિંગ બડિઝ નામના ગ્રૂપ દ્વારા આ રેકોર્ડ પ્રસ્થાપિત કરાયો હતો.
આ ડર્ટ કેકને એવી રીતે બનાવવામાં આવી હતી જેથી તેનો દેખાવ કાદવ અને બગીચા જેવો લાગે. કેક બનાવવામાં સેન્ડવિચ કૂકિઝ તથા પુડિંગના ક્રમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૨૦ કિલો ક્રીમ ચીઝ, ૧૯૦ લિટર વ્હીપ્ડ ક્રીમ, ૫૫૦ કિલો ક્રશ કરેલી સેન્ડવિચ કૂકી, ૬૫ કિલો ખાંડ, ૧૮૦ લિટર દૂધ, ૪૫ કિલો કસ્ટર્ડ પાઉડર, ૩૫ કિલો મીઠાઈ, ૮૫ કિલો માખણ અને ૩૫ કિલો જેટલી કેકની સુશોભનની સામગ્રીનો ઉપયોગ કરીને આ કેક તૈયાર કરવામાં આવી હતી.
૪ મિત્રોએ ભેગા થઈને ૧૦ કલાક જેટલા સમયમાં પ્રેમથી આ સ્વાદિષ્ટ કેક બનાવી હતી. આ ૪ બેકર્સમાંથી એક જણનું કહેવું છે કે, જ્યારે કોઈ કામ બાબતે તમે ખૂબ જુસ્સો અનુભવતા હોવ ત્યારે તેમાં તમને ફક્ત આનંદની જ પ્રાપ્તિ થાય છે; ગમે તેવા પડકારને પહોંચી વળવા તમે મનથી સક્ષમ થઈ જાઓ છો. અને જ્યાં સુધી તમે ધારેલું કાર્ય પૂરું ના કરો ત્યાં સુધી તમને થાક જ નથી લાગતો. તમારી મહેનતથી મેળવેલી સિદ્ધિ તમારા બધા દુઃખ-દર્દ ભૂલાવી દે છે. કોઈપણ કાર્ય માટે જો આપણે ઉત્સાહિત હોઈએ, આપણામાં એ કાર્ય પૂર્ણ કરવા માટેનો જુસ્સો હોય અને દૃઢ નિૃય કરીને કાર્યની શરૃઆત કરીએ તો રસ્તામાં આવતા દરેક અવરોધને પાર કરી શકાય છે.
આ રેકોર્ડની જાહેરાત બાદ કાર્યક્રમમાં આવેલા મહેમાનોએ તે કેક ચાખી હતી. ત્યારબાદ વધેલી કેક પછાત વિસ્તારના બાળકોને, અંધ બાળકોની શાળામાં તેમજ અન્ય વિવિધ એનજીઓને આપવામાં આવી હતી

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.