👉🏻 કનૈયાલાલ માણેકલાલ મુનશી એક વિખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, કેળવણીકાર અને રાજનીતિજ્ઞા હતા.
👉🏻 કનૈયાલાલ મુનશીનો જન્મ ૩૦ ડિસેમ્બર, ૧૮૮૭ના રોજ ગુજરાતના ભરૃચ ખાતે થયો હતો.
👉🏻 તેમણે લોની ડિગ્રી મેળવ્યા બાદ બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ ચાલુ કરી હતી. તેઓ જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમના શિક્ષક શ્રી અરવિંદ ઘોષથી તેઓ ખૂબ પ્રભાવિત ઔથયા હતા.
👉🏻 રાજકારણમાં તેમનો પ્રવેશ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કોઈ સમિતિમાં જોડાવાથી થયો હતો. બાદમાં તેઓ સ્વરાજ પાર્ટીમાં જોડાયા.
👉🏻 તેઓ યંગ ઈન્ડિયાના સહસંપાદક તથા બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય રહી ચૂક્યા હતા.
👉🏻 ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ વખતે તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને સત્યાગ્રહમાં તેમણે આગળ પડતો ભાગ લીધો, આ કારણે તેમને જેલવાસ ભોગવવાનો વારો પણ આવ્યો.
👉🏻 ૧૯૩૪માં પહેલી કોંગ્રેસ સરકારમાં તેમણે ગૃહપ્રધાનનું પદ ઔશોભાવ્યું હતું.
👉🏻 એક ખૂબ જ સારા કેળવણીકાર એવા કનૈયાલાલ મુનશીએ ગુજરાતી સાહિત્ય સંસદની સ્થાપના કરી હતી. તેઓ પંચગની એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ રહી ચૂક્યા હતા તેમજ બોમ્બે યુનિર્વિસટીમાં પણ વિવિધ પદ પર સેવા આપી હતી.
👉🏻 બોમ્બેના પ્રખ્યાત ભારતીય વિદ્યા ભવન સંસ્થાનની સ્થાપના ૧૯૩૮માં કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હતી અને તેમણે મૃત્યુપર્યંત આ સંસ્થાનના પ્રમુખ તરીકે સેવા આપી હતી.
👉🏻 રાજકારણમાં ઘણી સેવાઓ આપનાર કનૈયાલાલ માણેકલાલ મુનશી ગુજરાતી સાહિત્યનું એક પ્રસિદ્ધ નામ છે. તેમણે ટૂંકી વાર્તા, નવલકથા, જીવનચરિત્ર, આત્મચરિત્ર વગેરે ઘણા સર્જન કર્યા છે.
👉🏻 ગુજરાતી, હિન્દી અને ઈંગ્લિશ એમ ત્રણ ભાષામાં કુલ મળીને ૧૨૫ પુસ્તકો તેમણે લખ્યા છે.
👉🏻 ‘મારી કમલા’, ‘વેરની વસુલાત’, ‘પાટણની પ્રભુતા’, ‘કોનો વાંક’, ‘ગુજરાતનો નાથ’, ‘પૃથિવીવલ્લભ’, ‘રાજાધિરાજ’, ‘ગુજરાત એન્ડ ઈટ્સ લિટ્રેચર’, ‘આય ફોલો ધ મહાત્મા’, ‘અખંડ હિન્દુસ્તાન’, ‘ઈમ્પેરિયલ ગુર્જર્સ’, ‘ભગવદ્ગીતા એન્ડ મોડર્ન લાઈફ’, ‘ગાંધી ધ માસ્ટર’, ‘ધ એન્ડ ઓફ એન એરા’ વગેરે તેમની પ્રખ્યાત સાહિત્ય કૃતિઓ છે.
👉🏻 ૮ ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ કનૈયાલાલ મુનશીએ છેલ્લા ઔશ્વાસ લીધા.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.