🌺 ઊંડા સમુદ્રમાં રહેતી માછલીઓ સામાન્ય માછલી કરતાં તદ્દન જુદા પ્રકારની હોય છે. ઊંડાઈએ ભારે પાણીનું દબાણ અને વિશિષ્ટ જીવસૃષ્ટિ વચ્ચે આ માછલીઓના અંગો પણ વિચિત્ર રીતે વિકસ્યાં છે તેમાં વાઈપર ફિશ તો ભયાનક અને રાક્ષસી જીવ છે. માત્ર ૧૧થી ૧૨ ઈંચ લાંબી આ માછલીનું જડબું મોટું હોય છે અને તેમાંથી અણીવાળા દાંત બહાર નીકળેલા હોય છે. બહાર નીકળેલા દાંત આંખ તરફ વળેલા પણ હોય છે.
🌺 મોટી આંખો અને દાંતને કારણે તે વિકરાળ દેખાય છે. અન્ય જીવો આ દેખાવ જોઈને જ ગભરાઈ જાય છે.
🌺 વાઈપર ફિશના માથા પર દબાણ કે આંચકા સહન કરી શકે તેવી ગાદી હોય છે.
🌺 તેની પાંખો લાંબી હોય છે અને પાંખોને છેડે આગિયાની જેમ પ્રકાશ પેદા કરતી ગ્રંથિ હોય છે.
🌺 વાઈપર ફિશ કાળા કે ઘેરા લીલા રંગની હોય છે.
🌺 વાઈપર ફિશના દાંત અંધકારમાં શિકારને પકડીને જકડી રાખે છે.
🌺 તે ઊંડા દરિયામાં શાંતિથી ઊભી રહીને શિકારની રાહ જુએ છે. તેનું માથું ગોળાકાર ઘૂમી શકે છે એટલે મોટા શિકારને આસાનીથી પકડી શકે છે.
🌺 દિવસ દરમિયાન તે ૫૦૦૦ ફૂટની ઊંડાઈએ રહે છે રાત્રે શિકારની શોધમાં ૨૦૦૦ ફૂટની ઊંડાઈ સુધી ઊંચે આવે છે.
🌺 વાઈપર ફિશ સમગ્ર વિશ્વના સમુદ્રોમાં ઊંડાઈએ જોવા મળે છે. તે ૧૫ વર્ષ જીવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.