સમુદ્રની ઊંડાઈ માપવા તેમજ તળિયાના અભ્યાસ માટે સોનારનો ઉપયોગ થાય છે. સમુદ્રમાં ડૂબકી માર્યા વિના જ જહાજમાં ગોઠવેલા સોનાર ઉપયોગી સાધન છે.
સોનાર અવાજના મોજાં ઉત્પન્ન કરતું સાદું સાધન છે. અવાજના મોજાં તેમાંથી નિકળી દરિયાના તળિયે અથડાઈને પાછા ફરે તેને ઝિલવાની સગડતા તેમાં હોય છે. મોજાં કેટલા સમયમાં પાછા ફરે છે તેના માપ ઉપરથી સમુદ્રની ઊંડાઈ જાણી શકાય છે.
દરિયાના તળિયે પડેલી મોટી વસ્તુઓ મોજામાં વિક્ષેપ પાડતી હોય છે. તેનો અભ્યાસ કરીને તળિયે પડેલી વસ્તુ કેવી અને કેટલી મોટી છે તેનો અંદાજ આવી શકે છે. જહાજમાં અવાજના મોજાંની એક કરતાં વધુ શ્રેણી પ્રસારિત કરીને વ્યાપક અભ્યાસ થઈ શકે છે તેને મલ્ટીબીમ સોનાર કહે છે. જાણીને નવાઇ લાગે પરંતુ અવાજના મોજાં દરિયાના ભૂતળે અથડાઈને ૧૫ સેકંડમાં જ પરત આવે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.