🌟 કદાવર પ્રાણીઓમાં રીંછ જાણીતું છે. રીંછ ઘણા પ્રકારનાં હોય છે. એશિયામાં જોવા મળતા શરીરે ભરચક કાળા વાળ અને ગળા પર સફેદ પટ્ટાવાળા રીંછ નિર્દોષ અને શાકાહારી પ્રાણી છે.
🌟 આ રીંછને પાળીને તાલીમ આપી શકાય છે. સરકસમાં રીંછના ખેલ જોવા જેવા હોય છે. એશિયન રીંછ વિશિષ્ટ છે. તીક્ષ્ણ દાંત અને નહોરને કારણે તે હિંસક અને ડરામણુ લાગે.
🌟 ચાર ફુટ લાંબુ અને અઢી ફૂટ ઊંચુ રીંછ ઝાડ પર સહેલાઈથી ચઢી શકે છે. તેના પગ ટૂંકા અને મજબૂત હોય છે.
🌟 તેના જડબાં મોટા અને મજબૂત હોય છે. રીંછની દૃષ્ટિ અને સાંભળવાની શક્તિ નબળી હોય છે.
🌟 જંગલમાં રહેતા રીંછ વનસ્પતિ ખાઈને જીવે છે. રીંછ શાકાહારી છે અને અન્ય જીવોનો શિકાર કરતું નથી પરંતુ આક્રમક છે.
🌟 ભારત, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન વિગેરે દેશોના જંગલમાં એશિયન રીંછ જોવા મળે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.