આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 24 January 2017

♥ શરીરના સંદેશાવાહક જ્ઞાનકોષો ♥



મગજ આપણા શરીરનું સંચાલન કરે છે. મગજમાંથી દરેક અવયવ માટે જરૃરી સંદેશા પ્રસારિત થાય છે. તે જ રીતે શરીરના અંગઉપાંગોમાં થતી પીડા, સ્પર્શ વગેરેની જાણ મગજ સુધી પહોંચે છે. આંખ, કાન, નાક અને જીભ પણ દ્રષ્ટિ, અવાજ ગંધ અને સ્વાદના સંદેશા મગજને મોકલે છે. આ સંદેશાનું વહન ન્યૂરોન કે જ્ઞાાનકોષ વડે થાય છે.

ન્યૂરોન સૂક્ષ્મ તંતુઓ જેવા હોય છે તેનો આકાર તેના કામ પ્રમાણે જુદા જુદા હોય છે. દરેક ન્યૂરોનમાં ડેન્ડ્રાઇટસ, એક્ઝોન્સ અને સિનોપ્સીસ એમ ત્રણ ભાગ હોય છે. ન્યૂરોન માહિતી મેળવવાનું, સંદેશાની ચકાસણી કરવાનું અને સંદેશાનું સ્નાયુઓ, ગ્રંથીઓ કે અંગો તરફ મોકલવાનું કામ કરે છે.

ન્યૂરોનના ત્રણ પ્રકાર હોય છે. મોટર ન્યૂરોન કતારબંધ સાંકળની જેમ ગોઠવાયેલા હોય છે તે એકબીજાને સંદેશા આપી મગજમાંથી હાથ, પગ વગેરે અંગોને સંદેશા મોકલે છે. આપણા હાલવા, ચાલવા, જમવા વગેરે રોજિંદા કામો મોટર ન્યૂરોન દ્વારા થાય છે. ચેન્સરી ન્યૂટ્રોન કે સંવેદક જ્ઞાાન કોષો શરીરમાં થતાં અનુભવોને મગજ સુધી પહોંચાડે છે.

ગરમી, ઠંડીનો અનુભવ વગેરેના સંદેશ સંવેદન કોશો મગજ સુધી પહોંચાડે છે. રિલે ન્યૂરોન સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં હોય છે. આ ન્યૂરોન વચેટિયાનું કામ કરે છે. બીજા ન્યૂરોન પાસેથી સંદેશા મેળવી અન્ય ન્યૂરોનને આપે છે તે કયા ન્યૂરોનને કયો સંદેશો આપવો તે નક્કી કરે છે.

જ્ઞાાનકોષો પોતાનું કામ ખૂબ જ ઝડપથી કરે છે સંદેશાવહન માટે હળવો વીજભાર વપરાય છે. શરીરનું આ અદ્ભૂત નેટવર્ક છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.