આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 7 January 2017

♥ મજબૂત અને સૌથી વધુ કામગરા આંખના પોપચાં ♥



→ માણસ સહિત તમામ પ્રાણીઓની આંખ પલકારા મારતી હોય છે. આંખ ઊપરના પોપચાં આપણને ખબર ન પડે તેમ સૌથી વધુ કામ કરતો અવયવ છે. આપણી આંખ સરેરાશ પાંચ સેકંડે એક એમ મિનિટમાં બાર વખત પલકારા મારે છે.

→ જાગતા હોઈએ ત્યારે આંખ કેટલીવાર પલકારા મારે તેનો આંકડો નવાઈ લાગે એટલો મોટો થાય. પોપચાં ને આટલું કામ કરવું જરૃરી પણ છે. આંખનો ડોળો એક જાતની લેન્સ છે. તેને રક્તવાહિનીઓ હોતી નથી. એટલે લોહી કે ઓક્સિજન મળતાં નથી. વાતવરણમાં ઊડતાં ધૂળના રજકણો આંખની કીકી પર ચોંટે તેને સતત સાફ કરવા જરૃરી છે.

→ આંખ ના પોપચાં આ કામ કરે છે. પોપચાંની નીચે પ્રવાહીનું પાતળું પડ હોય છે.  જે કીકીને સતત ભીની રાખે છે તેથી તે વાતાવરણમાંથી સીધો જ ઓક્સિજન મેળવી શકે. આંખના પલકાર અનૈચ્છિક ક્રિયા છે. આંખ ઉપર જોખમ ઊભું થાય તો આપણી ઇચ્છા ન હોય તો પણ આંખ બંધ થઈ જાય છે. આમ પોપચાં સતત જાગ્રત રહી આંખોનું રક્ષણ કરે છે.

→ આ થઈ માણસના પોપચાંની વાત પણ પ્રાણીઓમાં તો પોપચામાં ય ઘણી અજાયબી જોવા મળી. કાયમ રણમાં રહેતાં ઉંટને ત્રણ પડવાળા પોપચાં હોય છે. ધ્રુવપ્રદેશના રીંછ પોલર બેરની આંખો પર એક વધારાનું પોપચું હોય છે. અલ્ટ્રાવાયો લેટ કિરણોને રોકે છે.

→ હેમ્સટરની બંને આંખના પોપચાં વારાફરતી પલકારા મારે છે. ગિયાન પિગ્સનાં બચ્ચાં જન્મે ત્યારે આંખો ખુલ્લી હોય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.