આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 7 January 2017

♥ બાવળ ♥



👉🏻 ૪૦-૯૦ સીર્કાના સમયમાં ગ્રીક વનસ્પતિ શાસ્ત્રીએ મટૅરિઆ મેડિકા નામનું એક પુસ્તક લખ્યું. તેમાં તેણે આ વનસ્પતિને ઔષધિય ગુણો ધરાવતી હોવાનું જણાવ્યું અને તેણે તેને અકાસીયા નામ આપ્યું. આ નામ પરથી તેનું હાલનું શાસ્ત્રીય નામ ઉતરી આવ્યું છે.અકાકીયા એ શબ્દ ગ્રીક શબ્દ અકીસ (ακις) પરથી ઉતરી આવ્યો છે જેને જો અર્થ કાંટો થાય છે.આ વૃક્ષની સૌથી મોટી અહરમાળા નાઈલ નદીના કિનારે મળી આવી હોવાથી તેને નાઈલોટીકા એવું નામ લીનેનીયસએ આપ્યું

👉🏻 બાવળએ આફ્રિકા, મધ્ય પૂર્વ અને ભારતીઅ ઉપમહાદ્વીપની વતની એવી એક વનસ્પતિ છે આ વનસ્પતિ એક આક્રમણકારી પ્રજાતિ મનાય છે. તેનું શાસ્ત્રીય નામ એકાસીયા નાઈલોટીકા (Acacia nilotica)છે.

👉🏻 બાવળનું વૃક્ષ ૫થી ૨૦ મીટર જેટલું ઊંચુ વધે છે.

👉🏻 તેને ઘાટી પર્ણઘુમટ હોય છે. તેની ડાળીઓ પ્રાયઃ કથ્થૈ અને કાળી હોય છે.

👉🏻 તેના થડની છાલ તિરાડો વાળી હોય છે. તેમાંથી લાલશ પડતા રંગનું નીચી ગુણવત્તાનું ગુંદર નીકળે છે.

👉🏻 તેના ઝાડને પાતળી, સીધી, હળાવી, રાખોડી રંગના કાંટાની જોડીઓ હોય છે. આવી ૩ થી ૧૨ જોડીઓ હોય છે જેની યુવાન વૃક્ષોમાં લંબાઈ ૫ થી ૭.૫ સેમી જેટલી હોય છે. પાકટ વૃક્ષોમાં કાંટા હોતા નથી.

👉🏻 બાવળ (અકાશીયા નાઈલોટીકા) એ ઈજીપ્ત થી શરૂ થઈ, મઘરેબ અને સહેલ, દક્ષિણમાં મોઝામ્બીક અને ક્વાજુલુ-નાતાલ રાજ્ય, , દક્ષિણ આફ્રિકા અને પૂઓર્વમાં અરબિ દ્વિપકલ્પ થી પાકિસ્તાન ભારત અને બર્મા સુધીના ક્ષેત્રમાં ઊગે છે.

👉🏻 પોતાના સ્થાનીય ક્ષેત્રો ઉપરાંત ઝાંઝીબાર ને ઑસ્ટ્રેલિયામાં પણ તેને ઉગાડવામાં આવી છે. આ વનસ્પતિનો ફેલાવો ઢોર મારફતે થાય છે.

👉🏻 જો બાવળના લાકડાને પાણી પ્રકિયા દ્વારા કમાવવા (પકવવા)માં આવે તો તે ટકાઉ લાકડું સાબિત થાય છે. તેનો ઉપયોગ ઓજારોના હાથા અને વહાણ બનાવવા માટે થાય છે. તેની ઘનતા ૧૧૭૦ કિ. ગ્રા. / ઘન મીટર જેટલી હોય છે. 

👉🏻 બાવળમાં કાંટા ઉગતા હોવાથી તેનો વાડ તરીકે ઉપયોગ થઈ શકે છે. 

👉🏻 પ્રાણીઓ આના પાંદડા અને શિંગોને ખાય છે. ભારતમાં મરઘા ઉછેરકો આને વધારાના પૂરક ખોરાક તરીકે વાપરે છે. તેને લીલાચારા તરીકે ખવડાવાતી નથી

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.