આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 7 January 2017

♥ ગેસની જ્યોત પ્રકાશને બદલે ગરમી કેમ આપે છે? ♥





👉🏻 કોઈ પણ ચીજ સળગે ત્યારે અગ્નિની જ્વાળા, ભડકો કે જ્યોત ઉત્પન્ન થાય. મીણબત્તી, દીવા, ફાનસ વિગેરેમાં મીણ કે તેલ ધીમે-ધીમે દહન થતું હોવાથી જ્યોત બને છે.

👉🏻 કોઈ પણ વસ્તુ સળગે તેને દહન થતું કહેવાય. આ ક્રિયા દરમિયાન કાર્બનના કણો સળગતાં હોય છે અને વાતાવરણમાંનો ઓક્સિજન તેને મદદ કરે છે. દહન ધીમું થાય ત્યારે ગરમી ઓછી પ્રકાશ વધુ મળે.

👉🏻 સ્ટવ, ગેસના ચૂલા વિગેરેમાં ઝડપથી બળતણ પુરું પાડવા માટે હવાનું દબાણ અપાય છે. એટલે તેમાનું કેરોસીન ઝડપથી સળગે છે પરિણામે ગરમી વધુ અને પ્રકાશ ઓછો હોય છે.

👉🏻 સ્ટવ, ગેસ વિગેરેના બર્નર વધુ ગરમી મેળવવા માટે બનેલા હોય છે તેથી તેમાં ઝડપથી હવા અને ઈંધણ દબાણપૂર્વક ઝડપથી બહાર આવે તેવી ગોઠવણ હોય છે. તેથી જ તેની જ્યોત ગરમી વધુ આપે છે અને ભૂરા રંગની હોય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.