આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 9 December 2016

♥ ગજબ બાળકી ♥

🌹 ચાર વર્ષની બેલા સાત ભાષા બોલી શકે છે! 🌹



🌼 તમારામાંથી મોટાભાગનાને માતૃભાષા ગુજરાતી ઉપરાંત થોડું ઘણું અંગ્રેજી અને હિન્દી આવડતું હશે. પરંતુ આજે તમને એ જાણીને થોડું આૃર્ય થશે અને સાથે ખૂબ મજા પડશે કે બેલા દેવ્યત્કિના નામની માત્ર ચાર વર્ષની બાળકી દુનિયાની સાત અલગ અલગ ભાષા બોલી શકે છે. બેલા દેવ્યત્કિના રશિયાની છે.

🌼 રશિયામાં સાત વર્ષની ઉંમરે બાળકને શાળામાં મૂકવામાં આવે છે અને બેલા હજુ ચાર વર્ષની છે, છતાં તેની માતૃભાષા રશિયન ઉપરાંત ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, ચાઈનીઝ (મેન્ડેરિન), અંગ્રેજી તેમજ અરેબિક ભાષા બોલી શકે છે. છે ને આશ્ચર્યની વાત!

🌼 બેલાની માતાનું કહેવું છે કે બેલા બે વર્ષની હતી ત્યારે તેને માતૃભાષા રશિયન અને અંગ્રેજી શીખવવાનું શરૃ કર્યું હતું. થોડા સમયમાં જ બેલાનાં માતા-પિતાને ખ્યાલ આવી ગયો કે તેને બીજી ભાષાઓમાં પણ રસ પડે છે. તેથી તેમણે રશિયન અને અંગ્રેજી સિવાયની અન્ય ભાષાના લોકોનો સંપર્ક કર્યો અને બેલા સાથે એ ભાષાઓમાં વાતચીત કરવા વિનંતી કરી. થોડા સમયમાં જ આ બાળકી ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, ચાઈનીઝ (મેન્ડેરિન) અને અરેબિકમાં વાતચીત કરવા લાગી.

🌼 બેલા દેવ્યત્કિનાની આવી અસાધારણ આવડતને કારણે આજે તો એ રશિયામાં સ્ટાર બની ગઈ છે. તેને વિવિધ ટીવી ચેનલ પર બોલાવવામાં આવે છે અને જુદી જુદી ભાષાના જાણકારો તેની સાથે એ ભાષામાં વાતચીત કરે છે અને બેલા જે રીતે જવાબો આપે છે તેનાથી ખૂબ ખુશ થઈ જાય છે.

🌼 બીજી એક અગત્યની વાત એ છે કે ૧૯૮૦ના દાયકા પહેલાં રશિયા સોવિયેત સંઘ તરીકે ઓળખાતા એક મોટા પ્રદેશનો હિસ્સો હતું. ૧૯૮૦ પછી કેટલાક પ્રદેશ અલગ થઈને સ્વતંત્ર દેશ બની ગયા. પરંતુ મુદ્દો એ છે કે એ સોવિયેત સંઘમાં એટલે કે આજના રશિયામાં હજુ રાજાશાહી હતી ત્યારે ત્યાંના રોયલ પરિવારોમાં બાળકો માતૃભાષા રશિયન ઉપરાંત બીજી ત્રણ-ચાર ભાષા તો જાણતાં જ હતાં. રોયલ પરિવારનાં બાળકોને એ બોલતાં શીખે ત્યારથી જ દુનિયાની કેટલીક અગત્યની ભાષાઓ શીખવવામાં આવતી.

🌼 જોકે, કેટલાક લોકોએ બેલાના કિસ્સામાં વાંધો ઉઠાવ્યો છે અને તેનાં માતા-પિતા બેલા ઉપર આટલી નાની ઉંમરે અત્યાચાર કરતાં હોવાનો આક્ષેપ કર્યો છે. પરંતુ ચાઈલ્ડ સાઈકોલોજી નિષ્ણાતો એવું નથી માનતા. આ નિષ્ણાતોનું કહેવું છે કે શાળાનો અભ્યાસ શરૂ થતાં પહેલાં બાળક રમત-રમતમાં અન્ય ભાષાઓ શીખે તેમાં કશું ખોટું નથી.

આવી વાતોને બાજુએ રાખીએ તો પણ હાલ એટલું જ અગત્યનું છે કે ચાર વર્ષની આ બાળકી દુનિયાના સાતેય ખંડની અલગ અલગ ભાષા બોલી શકે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.