👉🏻 અમેરિકાના જ્યોર્જ ફ્રેન્ડસને એક સાવ નવા પ્રકારની સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વમાં સૌથી વધુ કોર્પોટાઈલ જે ફોસિલ તરીકે ઓળખાય છે તેનું સૌથી વધુ કલેક્શન કરીને ગિનિસ બુકમાં સ્થાન પામ્યા છે. હજારો-લાખો વર્ષ પહેલાં મૃત્યુ પામેલા જીવોના અસ્થિને ફોસિલ કહેવાય છે અને ફ્રેન્ડસનને આવાં અસ્થિનો સંગ્રહ કરવાનો શોખ તેઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારથી હતો.
👉🏻 ૩૬ વર્ષના જ્યોર્જ ફ્રેન્ડસનને અત્યાર સુધીમાં ૧,૨૭૭ ફોસિલના પિસ એકત્ર કર્યા છે. ફ્રેન્ડસનને આવા કોર્પોટાઈલ-ફોસિલની શોધ માટે અમેરિકાના ૧૫ રાજ્યો ઉપરાંત દુનિયાના કેટલાક દેશમાં સતત ફરતા રહે છે.
👉🏻 અમેરિકાના સાઉથ કેરોલિના રાજ્યમાંથી તેમને મળી આવેલું સૌથી મોટું ફોસિલ અંદાજે બે કિલો વજનનું છે અને તે ૫૩ લાખ વર્ષ પહેલાંનું હોવાનું માનવામાં આવે છે. આ ફોસિલ ૨૦ ફૂટ લાંબુ છે અને તે સમયના મગર જેવા કોઈ પ્રાણીનું હોવાનું નિષ્ણાતોનું તારણ છે.
👉🏻 આ સિદ્ધિ બદલ જ્યોર્જનું નામ આવતા વર્ષે ગિનિસ બુકના રેકોર્ડમાં સમાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.