આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 9 December 2016

♥ આર.કે.નારાયણ ♥







🌹 તેઓ એક એવા લેખક છે જેમણે પોતાના લખાણ દ્વારા વિદેશમાં વસતા લોકો માટે ભારતને સુલભ બનાવ્યું.

🌹 આર.કે.નારાયણનો જન્મ ઈ.સ.૧૯૦૬માં ચેન્નઈમાં થયો હતો.

🌹 તેમના પિતા સ્કૂલના હેડમાસ્તર હતા.

🌹 પિતાની નોકરીમાં વારંવાર થતી બદલીને કારણે નારાયણ બાળપણમાં પોતાની દાદી પાસે જ રહ્યાં હતાં. તેમના દાદીએ તેમને અંકગણિત, પુરાણવિદ્યા અને સંસ્કૃત જેવા વિષયો શીખવ્યા.

🌹 તેમને નાની ઉંમરથી જ અંગ્રેજી સાહિત્યમાં રસ હતો. તેમનો વાંચનનો શોખ ગ્રેજ્યુએશન પછી સતત વિકસતો રહ્યો. નારાયણે એક સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ થોડા જ સમયમાં તેમને અનુભવ્યું કે તેમને ફિકશન લખવામાં જેટલી ખુશી મળે છે એ તેમને નોકરી કરવામાં નહિ મળે. તેથી તેમણે ઘરે રહીને લખવાનું કાર્ય શરૂ કર્યું.

🌹 અંગ્રેજી સાહિત્યમાં આર.કે.નારાયણના યોગદાનનો જોટો જડે તેમ નથી. જે રીતે તેમણે ભારતના અંગ્રેજી સાહિત્ય તરફ વિદેશી પ્રેક્ષકો-વાચકોનું ધ્યાન ખેંચ્યું છે તે વખાણવાલાયક છે. ખાસ તો તેઓ ‘માલગુડી’નામના અર્ધ-શહેરી કાલ્પનિક નગરના સર્જક તરીકે સદા અમર રહેશે.

🌹 આર.કે.નારાયણના સાહિત્યિક કાર્ય બદલ તેમને ‘સાહિત્ય અકાદમી એવોર્ડ’, ‘પદ્મ ભૂષણ’, રોયલ સોસાયટી ઓફ લિટરેચર દ્વારા એસે બેન્સન મેડલ, અમેરિકન એકેડેમી ઓફ આર્ટસ એન્ડ લિટરેચરની માનદ સભ્યપદ, ‘પદ્મ વિભૂષણ’ વગેરે સંખ્યાબંધ એવોર્ડ્સ મળેલા છે.

🌹 ભારતથી અજાણ લોકોને ભારતની સંસ્કૃતિ અને સંવેદનશીલતામાં ડોકિયું કરવાનો અવકાશ આપનાર આ સદાબહાર સાહિત્યકાર ૨૦૦૬માં ૯૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.