આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 9 December 2016

♥ બી-ઈટર બર્ડ ♥



🌅 બી-ઈટર ખૂબ જ રંગબેરંગી પંખીઓનું જૂથ છે. જેમાં ૨૪ થી ૨૬ વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. અમુક જાણકારોતો બી-ઈટર્સને સૌથી સુંદર પક્ષીઓમાંના એક ગણે છે.

🌅 આ પંખી મોટેભાગે આફ્રિકામાં જોવા મળે છે. જો કે કેટલીક પ્રજાતિઓ દક્ષિણ યુરોપ, મેડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, ભારત અને દક્ષિણ પેસિફિકના અન્ય ટાપુઓ પર જોવા મળે છે. મોટાભાગના બી-ઈટર યાયાવર પ્રકારના છે. તેઓ સંવર્ધન માટે તેમની મનપસંદ ઠંડી જગ્યાએ જવા માટે હજારો માઈલની મુસાફરી કરે છે. થોડીક અપવાદરૂપ પ્રજાતિ ઓછા અંતરની જ મુસાફરી કરે છે.

🌅 બી-ઈટરના અસરકારક રીતે સુંદર એવા પીંછાના કારણે તેઓની પ્રજાતિઓનું વર્ગીકરણ થાય છે. આ પંખી પાતળું શરીર ધરાવતાં હોય છે અને શરીરનાં અંતે મધ્યમાં રંગબેરંગી પીંછાવાળી પૂંછડી હોય છે. તેઓ શાર્પ પોઈન્ટવાળી લાંબી અને વળાંકવાળી ચાંચ ધરાવે છે.

🌅 કોઈ ઊભી સપાટી પર બેસવામાં તેમજ તેઓના માળાના ખોદકામમાં તેઓના તીક્ષ્ણ પંજા મદદરૂપ બને છે. નર બી-ઈટર અને માદા બી-ઈટર લગભગ સમાન દેખાવ ધરાવે છે, પરંતુ કેટલીક પ્રજાતિમાં નરની આંખની કીકી લાલ તથા માદાની આંખની કીકી કથ્થઈ-લાલ હોય છે. કેટલીક પ્રજાતિમાં નરની પૂંછડી માદા કરતાં લાંબી હોય છે.

🌅 ખાસ કરીને મધમાખી, ભમરી, ડ્રેગનફ્લાય તથા અન્ય કીટકો બી-ઈટર બર્ડનો મુખ્ય ખોરાક છે. આ પંખી એકદમ ધસી જઈને કીટકને ઝડપી લે છે અને પછી પોતાના માળામાં લઈ જઈને ખાય છે.

🌅 ડંખવાળા કીટકને ખાતાં પહેલાં યુરોપીયન બી-ઈટર તે કીટકને કોઈ કઠણ સપાટી પર પછાડી-પછાડીને તેને મારીને તેનો ડંખ કાઢયા બાદ તેને ખાય છે.

🌅 આફ્રિકન બી-ઈટર બર્ડ્સ ફકત ડંખ વગરના કીટકો જ ખાય છે. બી-ઈટર બર્ડ દિવસની લગભગ ૨૫૦ જેટલી મધમાખીઓ ખાઈ જાય છે તેમજ અમુક પ્રજાતિ વનસ્પતિ પણ ખાય છે.

🌅 બી-ઈટર્સ વસાહતી માળા બનાવે છે. તેઓ સંવનન માટે ગરમ આબોહવાવાળા પ્રદેશને પસંદ કરે છે. આ પંખી સામાન્ય રીતે એક જ જીવનસાથી રહે છે; કેટલાંક કિસ્સાઓમાં એકથી વધારે જીવનસાથી પસંદ કરનારા પંખી પણ જોવામાં આવ્યા છે.

🌅 સંવનનની ક્રિયા માટે આ પંખીની જે-તે જોડ જમીનમાં કે રેતીના ઢગમાં જાતે ઊભું, લાંબુ ખોદકામ કરીને દર બનાવે છે. આ દર લગભગ એક મીટર લાંબું હોય છે અને તેના છેડે તેઓ માળો બનાવે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.