આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 4 December 2016

આતશબાજીના અવનવા રેકોર્ડ



👉🏻 નોર્વેના સોને ખાતે ૨૦૧૪ના નવેમ્બરમાં નોર્વેના બંધારણની ૨૦૦ વર્ષની ઉજવણીમાં ૫૪૦૩૮૨ જાતની આતશબાજી એકસાથે કરવામાં આવેલી. ૯૦ મિનિટની આ આતશબાજી વિશ્વના ઈતિહાસની સૌથી રોમાંચક આતશબાજી હતી.

👉🏻 માલ્ટાની ફટાકડાની ફેક્ટરીની ૨૦૧૧ની વાર્ષિક આતશબાજીમાં ૧૦૫ ફૂટ વ્યાસની ઊભા વર્તુળાકાર ફુલ આકારની 'કેથેરિન' આતશબાજીએ સૌથી મોટી ભોંયચકરીનો રેકોર્ડ સ્થાપેલો.

👉🏻 જાપાનમાં ૨૦૦૮માં ૧૧૫૩૯ ફૂટ લાંબી 'નાયગ્રા ધોધ' આતશબાજી વિશ્વની સૌથી લાંબી આતશબાજી હતી.

👉🏻 ફિલિપાઈન્સના સેવુમાં ૨૦૧૦માં ૩૦ સેકંડમાં ૧૨૫૮૦૧ રોકેટ છોડવાનો વિક્રમ સ્થપાયેલો.

👉🏻 પોર્ટુગલમાં ૨૦૧૦માં આતશબાજીના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ૧૩.૪૦ કિલોગ્રામ વજનનું રોકેટ છોડીને વિક્રમ સર્જાયો હતો.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.