👉🏻 આપણી સૂર્યમાળા દૂધગંગા ગેલેક્સીનો એક ભાગ છે. દૂધગંગા ગેલેક્સીને 'મિલ્કી વે' પણ કહે છે. અવકાશમાં દૂધિયા રંગના પટ્ટા જેવી દેખાતી હોવાથી તેનું નામ દૂધગંગા પડયું છે.
👉🏻 દૂધગંગાના અસ્તિત્વની શોધ ઈ.સ. ૧૬૨૦માં ગેલીલિયોએ કરી હતી. એડવિન હબલે વધુ સંશોધન કરી બ્રહ્માંડમાં અન્ય ગેલેક્સીઓ પણ શોધી હતી.
👉🏻 દૂધગંગાના કેન્દ્રમાં વિરાટ બ્લેક હોલ છે.
👉🏻 દૂધગંગામાં અબજો તારા છે. પૃથ્વી ઉપરથી તેનો થોડો ભાગ જ જોઈ શકાય છે.
👉🏻 દૂધ ગંગા તેની કેન્દ્રીય ધરી પર ચક્રાકાર ફરે છે.
👉🏻 ચીનમાં દૂધગંગાને રૃપેરી નદી કહે છે.
👉🏻 આપણી સૂર્યમાળા દૂધ ગંગાના કેન્દ્રની આસપાસ ૮૨૭૦૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પ્રદક્ષિણા કરે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.