આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 4 December 2016

♥ આ છે દેશની એકમાત્ર મહિલા ટ્રક મિકેનિક, રોજ 12 કલાક કરે છે કામ ♥






55 વર્ષના શાંતિ દેવી રોજ 12 કલાક ટ્રક મિકેનિક તરીકેનું કામ કરી દર્શાવે છે કે મહિલાઓ પણ પુરુષની જેમ ભારે કામ કરવા માટે સક્ષમ છે.દિલ્હીની બહારના વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 4 પર સંજય ગાંધી ટ્રાંસપોર્ટ ડિપો છે.અહીં શાંતિદેવી ટ્રકો પાસે કામ કરતા જોવા મળશે.શાંતિ દેવી રોજ 12 કલાક કામ કરે છે.તે 8 બાળકોની માતા છે.હાલ શાંતિ દેવી સોશિયલ મીડિયા પર દેશની એકમાત્ર અને પ્રથમ લેડી ટ્રક મિકેનિક તરીકે ચર્ચાનો વિષય બની છે.

👉🏻 આ રીતે શરુ કર્યું મિકેનિકનું કામ....👈🏻

-શાંતિ દેવીના પતિએ સંજય ગાંધી ટ્રાંસપોર્ટ ડિપો પાસે ટી-સ્ટોલ શરુ કર્યું.

-અહીં દિવસભરમાં 20 હજાર જેટલા ટ્રકો પાર્ક થતા હોય છે,જ્યારે 70 હજારથી વધુ ટ્રક પસાર થાય છે.

-આ સમયે શાંતિ અને તેના પતિને કમાણી વધારવાનો વિચાર આવ્યો.

-શાંતિ અને તેના પતિએ મિત્રોની મદદથી મિકેનિકનું કામ શીખી લીધું.તે પછી પોતાની બધી કમાણી જરુરી સાધનો ખરીદવા માટે ખર્ચી નાંખ્યા હતા.



♥ પતિ પણ આપે છે કામમાં સાથ....

-શાંતિ દેવીના વર્કશોપ સાથે એક ટી સ્ટોલ પણ છે,જેને તે પતિ રામબહાદુર સાથે ચલાવે છે.

-શાંતિ દેવી અને તેના પતિ છેલ્લા 20 વર્ષથી દિલ્હી પાસે રહે છે.તેઓ મધ્ય પ્રદેશથી અહીં રહેવા આવ્યા હતા.

-શાંતિએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે,‘મને મારું કામ ગમે છે.આ મુશ્કેલ કામ છે પરંતુ મને તેનાથી ક્યારેય કંટાળો નથી આવતો.ઘર બેસી રહેવું વધારે કંટાળા જનક લાગે છે.'

-શાંતિએ જણાવ્યું કે,જ્યારે લોકો તેને દેશની પ્રથમ મહિલા મિકેનિક કહે છે તે ગર્વ અનુભવે છે.

-કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે પણ શાંતિ દેવીના કામની પ્રશંસા કરી હતી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.