ભૂકંપ કેટલી તીવ્રતાનો છે તેની જાણ રીક્ટર સ્કેલના પ્રમાણમાપથી થાય છે. ત્રણની તીવ્રતા એટલે ત્રણ રીક્ટર સ્કેલ. ભૂકંપમાં થતા નુકસાનનો અંદાજ મેળવવા આ પ્રમાણમાપ ઉપયોગી થાય છે.
👉🏻 ઈ.સ. ૧૯૩૫માં રીક્ટર નામનાં વિજ્ઞાનીએ આ પધ્ધતિ વિકસાવેલી. તેના નામ ઉપરથી જ તેને રીક્ટર સ્કેલ કહે છે. ભૂકંપની માહિતિ દિશા વિગેરે જાણવાના ભૂકંપ માપક યંત્રો અને પધ્ધતિઓ સદીઓ પુરાણી છે.
👉🏻 આધુનિક ભૂકંપમાપક યંત્ર રીક્ટર સ્કેલના આંકડાનો ઉપયોગ થાય છે.
👉🏻 ચાર્લ્સ ફ્રાન્સિસ રીક્ટરનો જન્મ અમેરિકાના ઓહાયો રાજ્યના હેમિલ્ટન શહેરમાં ઈ.સ. ૧૯૦૦ના એપ્રિલની ૨૬ તારીખે થયો હતો.
👉🏻 તેની બાળવયમાં જ તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. ચાર્લ્સનો ઉછેર તેના મોસાળ લોસ એન્જેલસમાં થયો હતો.
👉🏻 અભ્યાસમાં તે તેજસ્વી હતો. પ્રાથમિક શિક્ષણ લોસ એન્જલસમાં લીધા પછી તે ઉચ્ચ અભ્યાસ માટે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થયો હતો અને ગ્રેજ્યુએટ થયા બાદ કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં વધુ અભ્યાસ માટે જોડાયો હતો.
👉🏻 રીક્ટરને ભૂસ્તરશાસ્ત્રમાં વધુ રસ હતો. તેણે ભૂકંપ વિશે ઉંડો અભ્યાસ કરીને પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરેલી.
👉🏻 તેણે વોશિંગ્ટનની કાર્નેગી ઈન્સ્ટીટયુટમાં પ્રોફેસર તરીકે કારકિર્દી શરૃ કરી. દરમિયાન ભૂકંપનો અભ્યાસ ચાલુ રાખ્યો.
👉🏻 ભૂકંપના વધુ અભ્યાસ માટે પ્રોફેસરની નોકરી છોડી પાસાડેના સિસ્મોલોજિકલ લેબોરેટરીમાં સંશોધક તરીકે જોડાયો. આ દરમિયાન તેણે ભૂકંપથી થતા નુકસાનને ધ્યાનમાં લઈ રીક્ટર સ્કેલની શોધ કરી. તે વિશ્વપ્રસિધ્ધ થયો. ત્યારબાદ તેણે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં સિસ્મોલોજીના પ્રોફેસર તરીકે સેવાઓ આપેલી.
👉🏻 ભૂસ્તરશાસ્ત્ર અને ભૂકંપ અંગે તેણે ઘણા પુસ્તકો લખ્યા હતા. તે પ્રકૃતિપ્રેમી હતો.
👉🏻 ૧૯૮૫ના સપ્ટેમ્બરની ૩૦ તારીખે તેનું અવસાન થયું હતું.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.