આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 5 December 2016

♥ આંખ ♥



🌺 આંખ મગજ પછી તો સૌથી વધુ જટિલ અવયવ છે. કે જેને સમજવી અધરી છે.

🌺 આપણી આંખ શરીરની સૌથી ઝડપી સ્નાયુવાળો અવયવ છે. કોઈ પણ ઝડપથી થતી વસ્તુને ' આંખના પલકારા' સાથે સરખાવાય છે.

🌺 આંખ માત્ર કેમેરાની જેમ તસ્વીર લઈને મગજમાં મોકલે છે.' જોવાનું ખરૃં કામ મગજમાં થાય છે.

🌺 ઉંમર વધવાની સાથે નાક અને કાન મોટા થાય છે. પણ આંખનું કદ યથાવત રહે છે.

🌺 વાતો કરતી વખતે આંખ વધુ પલકારા મારે છે.

🌺 આંખની કોર્નિયા એક માત્ર એવો અવયવ છે કે જેમાં રકતવાહિની નથી.

🌺 આંખની પાંપણ બે માસમાં ખરીને નવી આવે છે.

🌺 આપણી આંખ મૂળભૂત લાલ, પીળો અને વાદળી એમ ત્રણ રંગ પારખે છે. બાકીના રંગ મેળવણીથી થાય છે.

🌺 આંખનો ડોળો તદૃન ગોળાકાર હોય છે. તેનો છઠ્ઠો ભાગ બહાર દેખાય છે.

🌺 આપણું મગજ આંખ અને દૃષ્ટિ માટે સૌથી વધુ કામ કરે છે. આપણી સ્મૃતિનો ૮૦ ટકા ભાગ આપણે જો કાંઈ જોઈએ છીએ તેનો બનેલો છે.

🌺 આંગળી અને અંગુઠાની છાપમાં ૪૦ લાક્ષણિક વિવિધતા છે. પરંતુ આંખના રેટિનામાં ૨૫૬ લાક્ષણિકતા છે એટલે જ સાચી ઓળખ માટે આંખની ટેકનિંકનો ઉપયોગ વધુ થાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.