🌹 વિશ્વના મહાસમુદ્રોમાં જીવંત એવી માછલીની ૨૫૦૦૦ જાત છે. તેમાં ૨૫૦ જાતની શાર્ક છે.
🌹 સમુદ્રમાં માછલી ઉપરાંત ૭ જાતના દરિયાઈ કાચબા જોવા મળે છે. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન ટર્ટલ, રીડલી ટર્ટલ અને લેધરબેક ટર્ટલ એમ ૩ જાતના કાચબા જોવા મળે છે. -
🌹 વિરાટકાય વ્હેલ માછલી નથી પણ સસ્તન દરિયાઈ પ્રાણી છે.
🌹 માછલીના શરીર પર ભિંગડા હોય છે. જાણકારો ભિંગડા ગણીને માછલીની ઉંમર જાણી શકે છે.
🌹 દરિયાઈ જીવમાં સૌથી લાંબું પ્રાણી લાયન્સ પેન જેલી ફિશ છે તે ૬૦ મીટર લાંબુ હોવાનું નોંધાયું છે.
🌹 વેનેઝુએલાની કિલીફિશ તળાવમાં રહે છે. તળાવનું પાણી સુકાય તો તે બે મહિના સુધી જીવીત રહે છે.
🌹 કોસ્મોપોલિટન સેઈલ ફિશ ચિત્તા કરતાં પણ ઝડપી છે તે ૧૧૦ કિલોમીટરથી વધુ ઝડપથી તરી શકે છે.
🌹 વ્હેલ તેની આંખના ડોળા ફેરવી શકતી નથી તેને બીજી દિશામાં જોવા માટે આખું શરીર ફેરવવું પડે છે.
🌹 શાર્ક ને ચૂઈમાં સતત પાણી પ્રવેશે તે માટે તરતાં રહેવું પડે છે. તે તરતી અટકે તો ડૂબીને મરી જાય.
🌹 વાઈપર ફિશને અણિયાળા દાંત જડબાંની બહાર લંબાયેલા હોય છે. તે ઝડપથી ધસીને શિકારના શરીરમાં દાંત ખોસી દે છે.
🌹 કેટ ફિશ મોંમાં ઈંડા રાખીને સેવે છે. બચ્ચાનો જન્મ થાય ત્યાં સુધી ભૂખી રહે છે.
🌹 જાયન્ટ સ્કવીડની આંખો જીવજગતમાં સૌથી મોટી હોય છે તેની આંખો દોઢ ફૂટ વ્યાસની હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.