આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 5 December 2016

♥ લેસરના સિધ્ધાંતનો શોધક : ચાર્લ્સ એચ. ટોનિસ ♥




🍀 લેસર કિરણોના આશીર્વાદરૂપ ઉપયોગો જાણીતા છે. પદાર્થના અણુ ઉપર પ્રચંડ ઊર્જાનો મારો કરવાથી અણુમાં ઈલેક્ટ્રોન સક્રિય બની લેસર કિરણોનો શેરડો પેદા થાય છે. આલ્બર્ટ આઈનસ્ટાઈને આ સિધ્ધાંત રજૂ કર્યા પછી ચાર્લ્સ એચ. ટોનિસ નામના વિજ્ઞાનીએ લેસર કિરણો પેદા કરવાની થિયરી શોધી હતી.

🍀 લેસર ઉપરાંત મેસર કિરણોની પણ શોધ કરી હતી. આ સિધ્ધાંતના આધારે માઈમેન નામના વિજ્ઞાનીએ ઉપયોગમાં આવે તેવું પ્રથમ લેસર વિકસાવ્યું હતું.

🍀 ચાર્લ્સ એચ. ટોનિસને તેની આ શોધ બદલ ૧૯૬૪માં ફિઝિક્સનું નોબેલ મળ્યું હતું.

🍀 ચાર્લ્સ ટોનિસનો જન્મ ઈ.સ. ૧૯૧૫ના જુલાઈની ૨૮ તારીખે અમેરિકાના કેરોલીના રાજ્યના ગ્રીનવિલે શહેરમાં થયો હતો.

🍀 તેના પિતા જાણીતા વકીલ હતા. ટોનિસે ૧૯૩૭માં ડયુક યુનિવર્સિટીમાં ફિઝિક્સની ડિગ્રી લીધા પછી કેલિફોર્નિયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં પીએચ.ડીની ડિગ્રી મેળવી હતી.

🍀 બીજા વિશ્વયુધ્ધ વખતે તે બેલ લેબોરેટરીમાં સેવાઓ આપેલી. ઈ.સ. ૧૯૫૦ ટોનિસ કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયો હતો.

🍀 ઈ.સ. ૧૯૫૧માં તેણે તીવ્ર પ્રકાશનો શેરડો ઉત્પન્ન કરવાની પધ્ધતિ વિકસાવી.

🍀 તેણે માઈક્રોવેલ એમ્પ્લીફિકેશન સ્ટીમ્યુલેટેડ એમિઝન ઓફ રેડિયેશન (ટૂંકમાં મેસર)ની થિયરી વિકસાવી. આ પધ્ધતિમાં વધુ ઉર્જા આપવાથી લેસર કિરણો પેદા થાય છે.

🍀 ટોનિસે એમોનિયા વાયુમાંથી મેસર કિરણો પેદા કર્યા હતા. ૧૯૫૯ થી ૧૯૬૧ દરમિયાન તેણે અમેરિકી સરકારમાં સંરક્ષણ વિભાગમાં રિસર્ચ ઈન્સ્ટીટયુટના ઉપપ્રમુખપદે સેવા આપેલી. માસાચ્યુસેટ્સ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ઉપરાંત કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપેલી.

🍀 મેસર અને લેસરનો અવકાશી સંશોધનોમાં ઉપયોગ થયો. ૧૯૬૪માં ટોનિસને એલેકઝાન્ડર પ્રોખોટીવ સાથે ભાગીદારીમાં નોબેલ પ્રાઈઝ એનાયત થયું. તેણે અવકાશી સંશોધનોમાં પણ મહત્વપૂર્ણ ફાળો આપેલો.

🍀 નોબેલ ઉપરાંત તેને વિશ્વભરમાંથી ૩૦થી વધુ એવોર્ડ એનાયત થયેલા. ટોનિસ પ્રાયોગિક ફિઝિક્સનો માંધાતા ગણાય છે.

🍀 ઈ.સ. ૨૦૧૫ના જાન્યુઆરીની ૨૭મીએ તેનું અવસાન થયું હતું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.