આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 4 December 2016

♥ ભારતમાં શોધાયેલી રમતો ♥

👉🏻 કબડ્ડી  👈🏻  

બે ટૂકડી વચ્ચે રમાતી કબડ્ડી કે હૂતૂતૂની રમત ભારતમાં ઈ.સ. પૂર્વે ૧૫૦૦ના ગાળામાં શરૃ થયેલી. કબડ્ડી લોકપ્રિય રમત છે અને વિશ્વકક્ષાએ રમાય છે.

👉🏻 લાઠી દાવ  👈🏻 

બે હાથ વડે ઝડપથી લાઠી ઘૂમાવવાનું કૌશલ્ય ભારતની આગવી રમત છે. સ્વબચાવ માટે ઉપયોગી એવી આ રમત વિશ્વમાં કેટલાક દેશોએ વ્યાયામ તરીકે સ્વીકારી છે. ૧૮મી સદીમાં બ્રિટીશરોમાં લાઠીદાવ પ્રિય રમત હતી.

👉🏻 ચોપાટ  👈🏻 ચાર પટ્ટા અને ચાર ચાર સોગઠા વડે કોડીઓથી દાવ પાડીને રમાતી ચોપાટ ભારતની પ્રાચીન રમત છે. કેટલાક પ્રાંતમાં તેને 'પરચીસી' પણ કહે છે. મહાભારતમાં આ રમત જાણીતી છે. મોગલ બાદશાહો અને અંગ્રેજોમાં પણ 'ચોપાટ' લોકપ્રિય રમત બનેલી.

👉🏻 બાવન પત્તાં કે ગંજીફો  👈🏻

બાવન પત્તાનો ગંજીફો ભારતની શોધ છે. તેમાં લાલ, કાળી, ચોકડી અને ફુલ્લીના ચાર પાનાં ઉપરાંત રાણી, બાદશાહ ગુલામ અને જોકરની વિશ્વભરમાં એકસમાન પેટર્ન છે. વિશ્વમાં તે વિવિધ રૃપે રમાય છે.

👉🏻 સાપસીડી  👈🏻 

સાપ અને સીડીની રમતને સૌ કોઈ જાણે છે. વિશ્વભરમાં તે રમાય છે. સાપ સીડીની શોધ ભારતમાં થઈ હતી. નૈતિક મૂલ્યો શીખવતી આ રમતને 'મોક્ષપથ' અને 'પરમપદ સોપાન' જેવા નામ અપાયેલા. ૧૯મી સદીમાં અંગ્રેજો તેને બ્રિટનમાં લઈ ગયેલા અને વિશ્વપ્રસિધ્ધ બનેલી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.