🌷 શરીર પર સખત કવચ અને સૌથી આયુષ્ય ભોગવતાં કાચબા પૃથ્વી પર ૨૦ કરોડ વર્ષ પહેલા પેદા થયેલા પ્રાણી છે.
🌷 પાણીમાં રહેતા કાચબાને ટર્ટલ અને જમીન પર રહેતા કાચબાને ટોર્ટસ કહે છે.
🌷 પાણીમાં રહેતા કાચબા વનસ્પતિ અને જળચર જીવોનો આહાર કરે છે. જમીન પરના કાચબા માત્ર વનસ્પતિ ખાઈને જીવે છે.
🌷 પૃથ્વી પર ચાર ઇંચના બોગ ટર્ટલથી માંડી ૭૦૦ કિલો વજનના કદાવર લેધરી ટર્ટલ કાચબા જોવા મળે છે.
🌷 જમીન પર રહેતા કાચબા ૧૦૦ થી ૧૫૦ વર્ષ જીવે છે. કાચબાની પીઠ ઉપર રક્ષણ માટે સખત કવચ હોય છે. આ કવચ એકસરખી પેટર્નના ૬૦ હાડકાનું બનેલું હોય છે. જોખમના સમયમાં કાચબા મોં અને પગ કવચમાં સંકોરી લે છે.
🌷 કાચબા બહુ ધીમે ચાલનાર પ્રાણી છે. તે સૌથી વધુ કલાકના આઠ કિલોમીટરની ઝડપે ચાલી શકે છે.
🌷 પાણીમાં રહેતા કાચબા કિનારાના ખડકોની બખોલમાં રહે છે. આ કાચબાના પંજા પહોળા હલતા જોવા મળે છે. જમીન પર રહેતા કાચબાના પગ પાંચ આંગળીવાળા અને નહોરવાળા હોય છે. તે આગલા પગના નખ વડે જમીન ખોદી દર બનાવી રહે છે.
🌷 બંને પ્રકારના કાચબા ઈંડા મૂકે છે. ઘણી જાતના જમીન કાચબા શિયાળામાં જમીનમાં દર ખોદી સુષુપ્તાવસ્થામાં ચાલ્યા જાય છે.
🌷 કાચબાના શરીર પરનું કવચ સખત હોવા છતાંય સંવેદનશીલ હોય છે. તે કવચ ઉપર થતાં સ્પર્શને પારખી શકે છે
🌷 કાચબો નાક વડે નહીં પણ મોં પહોળું કરી ગળા વડે ગંધ પારખે છે.
🌷 કાચબો અદ્ભુત જીવ છે. નૃવંશશાસ્ત્રી ડાર્વિને કાચબાનો અભ્યાસ કરીને સજીવોની ઉત્પત્તિ અને વિકાસનો સિધ્ધાંત શોધી કાઢયો હતો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.