હિમાલય પર્વતમાળા તો વિશ્વભરમાં જાણીતી છે. ભારતની ઉત્તરે લગભગ ૨૫૦૦ કિલોમીટર લાંબી આ પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ આવેલું છે. હિમાલય ઉપરાંત ભારતમાં અન્ય કેટલીક પર્વતમાળાઓ પણ જાણીતી છે.
🗻 વિંધ્યાચળ પર્વતમાળા 🗻
મધ્ય પ્રદેશની સરહદે ગુજરાતમાંથી શરૃ થઈ મધ્યપ્રદેશના મિરજાપુર સુધી વિસ્તરેલી વિંધ્યાચળ પર્વતમાળા ૧૦૫૦ કિલોમીટર લાંબી છે અને સરેરાશ ૩૦૦૦ મીટર ઊંચી છે.
🗻 સાતપુડા 🗻
દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્રના કિનારેથી શરૃ થઈ મહારાષ્ટ્રમાં વિસ્તરેલી સાતપુડા પર્વતમાળા ૯૦૦ કિલોમીટર લાંબી છે. તાપી અને નર્મદા નદીને સમાંતર આવેલી આ પર્વતમાળા સરેરાશ ૧૦૦૦ મીટર ઊંચી છે.
🗻 અરવલ્લી 🗻
સાબરમતી નદીનું મૂળ અરવલ્લીની પર્વતમાળામાં છે. રાજસ્થાનમાં આવેલી આ પર્વતમાળા ૮૦૦ કિલોમીટર લાંબી છે અને છૂટાછવાયા પહાડોની બનેલી છે. માઉન્ટ આબુ આ પર્વતમાળાનું સૌથી ઉચું શિખર છે તેની ઊંચાઈ ૧૭૨૨ મીટર છે.
🗻 સહ્યાદ્રી કે વેસ્ટર્નઘાટ 🗻
દક્ષિણ ગુજરાતના માથેરાનથી શરૃ થઈ મહારા,્ટ્રમાં ૧૬૦૦ કિલોમીટર વિસ્તરેલી છે તે છેક દક્ષિણ ભારતના કેરળ સુધી લંબાયેલી છે અને સરેરાશ ૧૦૦૦ મીટર ઊંચી છે.
🗻 જાવાડી હિલ્સ કે ઈસ્ટર્ન ઘાટ 🗻
દક્ષિણ ભારતની ક્રિષ્ના, કાવેરી ગોદાવરી અને મહાનદીના પટમાં આવેલી જાવાડી હિલ્સ સરેરાશ ૧૦૦૦ મીટર ઊંચી છે. તમિલનાડુમાં આવેલું નિલગીરી શિખર તેનું મધ્ય કેન્દ્ર છે. આ પર્વતમાળાને ઈસ્ટર્ન ઘાટ કહે છે તેનું સૌથી ઊંચું શિખર જિંદાગાડા ૧૬૫૭ મીટર ઊંચું છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.