🔴 મંગળ ઉપર સૂર્યાસ્ત વખતે આકાશ ભૂરું થઈ જાય છે.
🔴 પૃથ્વીના ૬૮૭ દિવસ એટલે મંગળનું એક વર્ષ.
🔴 સૂર્યમાળાનો સૌથી ઊંચો ૨૨ કિલોમીટર ઊંચો પર્વત મંગળ ઉપર છે.
🔴 તમે નહીં માનો મંગળ પર વસતિ છે. નાસા અને અન્ય સ્પેસ એજન્સીના લગભગ સાત રોબોટ મંગળ પર વિચરે છે.
🔴 મંગળ ઉપર આયર્ન ઓક્સાઈડ (લોખંડનો કાટ)ના રજકણો હોવાથી તે લાલ દેખાય છે.
🔴 મંગળ ઉપર ફરી રહેલા નાસાના ક્યુરીઓસિટી રોવરને મંગળ ઉપર એક વર્ષ થયું ત્યારે આપોઆપ 'હેપ્પી બર્થડે'નું ગીત વાગ્યું હતું.
🔴 મંગળની સપાટી સરેરાશ માઈનસ ૬૩ ડિગ્રી તાપમાન રહે છે.
🔴 મંગળ પૃથ્વી કરતાં અર્ધા કદનો છે. પૃથ્વી પર ૧૦૦ કિલો વજનના માણસનું મંગળ ઉપર ૪૦ કિલો જ થાય છે.
🔴 મંગળને બે ચંદ્ર છે.
🔴 મંગળ ઉપર ચાર અબજ વર્ષ પહેલાં ઓક્સિજનયુક્ત વાતાવરણ હતું તેમ વિજ્ઞાાનીઓ માને છે.
🔴 પૃથ્વી પરથી નરી આંખે દેખાતા ગ્રહોમાં મંગળ પણ છે.
🔴 મંગળ પર સૂર્યમાળાના સૌથી મોટા ધૂળની ડમરીના તોફાન સર્જાય છે.
🔴 મંગળ પર ૬૦ કિલોમીટર કરતાં મોટા દરેક ખાડાને જુદા જુદા ખગોળશાસ્ત્રીઓનાં નામ આપવામાં આવ્યા છે.
🔴 જોહાન હેનરિચ મેડલર નામના ખગોળશાસ્ત્રીએ ઈ.સ. ૧૮૪૦માં મંગળના દસ વર્ષ અવલોકનો કરીને તેનો પ્રથમ નકશો બનાવેલો.
🔴 મંગળ એસ્ટીરોઈડ બેલ્ટની સૌથી નજીક હોવાથી તેના પર વધુ ઉલ્કાપાત થાય છે.
🔴 બ્રહ્માંડનો સૌથી ઊંચો પર્વત મંગળ પર આવેલો ઓલિમ્પિસ મોન્સ ૨૫ કિલોમીટર ઊંચો છે માઉન્ટ એવરેસ્ટ કરતા ત્રણ ગણો.
🔴 મંગળ ઉપર ઓછું ગુરુત્વાકર્ષણ હોવાથી પૃથ્વી પર ૧૦૦ કિલો વજનનો માણસ મંગળની સપાટી પર ૩૮ કિલોનો થાય.
🔴 મંગળનો દિવસ ૨૪ કલાક ૩૯ મિનિટ ૩૫ સેકન્ડનો છે, લગભગ પૃથ્વી જેટલો જ.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.